ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પર સક્રિય થયું છે. જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ભારતીય મહેસૂલી સેવાના વિવિધ રાજ્યોમાં કાર્યરત ચાર વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે
વડોદરા ચૂંટણી નિરીક્ષક
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પર સક્રિય થયું છે. જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ભારતીય મહેસૂલી સેવાના વિવિધ રાજ્યોમાં કાર્યરત ચાર વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે અને તેમને વિવિધ બેઠકોના ખર્ચ નિરીક્ષણની જવાબદારી સોંપી છે.યાદ રહે કે ભારતના નિર્વાચન આયોગે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂપિયા 40 લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા બાંધી છે.તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત ઇલેકશન 2022 : ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર જિલ્લામાં દસ બેઠકો માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરી છે.જેમાં અરુણકુમાર યાદવ ૧૩૫ – સાવલી અને ૧૩૬ – વાઘોડિયા,દીપના ગોકુલરામ ૧૪૧ – વડોદરા (શહેર),૧૪૨ – સયાજીગંજ,૧૪૪ – રાવપુરા, પ્રિયા પારીખ ૧૪૩ – અકોટા,૧૪૬ – પાદરા અને એમ.કે.દાસને ૧૪૦ – ડભોઈ,૧૪૫ – માંજલપુર તથા ૧૪૭ – કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી ખર્ચ ઉપર નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એમ.સોલંકીએ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા માધ્યમ પ્રમાણી કરણ અને દેખરેખ કક્ષની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સંયુક્ત માહિતી નિયામક અને એમ.સી.એમ.સી સમિતિના સભ્ય સચિવશ્રી આર.આર.રાઠોડ કામગીરીની વિગતો આપી હતી.





