Gujarat Election 2022 : અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની રાજકારણમાં એન્ટ્રી, ભરુચમાં કોંગ્રેસ માટે કર્યો પ્રચાર, કહ્યુ-તક મળશે તો 2024માં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડીશ
Gujarat assembly election : મુમતાઝે વડાપ્રધાનને મજબૂત નેતા કહ્યા, પરંતુ સાથે જ તેઓએ કહ્યુ કે, વિધાનસભા ચૂંટણી તો સ્થાનિક મુદ્દાઓ પર લડાવી જોઈએ. ત્યારે હવે મુમતાજ પટેલે ભરૂચના રાજકારણમાં એન્ટ્રી કરવાથી અસદુદ્દીન ઔવેસીની ભવિષ્યવાણી જાણે સાચી સાબિત થઈ છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલના પરિવારની એન્ટ્રી થઇ છે. ચૂંટણી પહેલા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ મેદાને આવ્યાં છે. ભરૂચમાં મુમતાઝ પટેલ કોંગ્રેસના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં મુમતાઝ કોંગ્રેસનો પ્રચાર કરી લોકોને રિઝવવા પ્રયાસ કરી રહ્યાં છે. TV9 ગુજરાતી સાથે વાત કરતા સમયે મુમતાઝ પટેલે કહ્યું કે, પિતાની કર્મભૂમિ હોવાથી હું ભરૂચ આવી છું અને લોકો સાથે સંપર્ક કરી રહી છું. સાથે જ તેમણે કહ્યું કે, હાલ ગુજરાતમાં કોંગ્રેસ તરફી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકારણમાં સક્રિય થવા અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે મુમતાઝે કહ્યું કે, લોકો કહેશે તો હું ચોક્કસ રાજકારણમાં આવીશ અને જો તક મળશે તો 2024માં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડીશ. તેઓએ વડાપ્રધાનને મજબૂત નેતા કહ્યા, પરંતુ સાથે જ તેઓએ કહ્યુ કે, વિધાનસભા ચૂંટણી તો સ્થાનિક મુદ્દાઓ પર લડાવી જોઈએ. ત્યારે હવે મુમતાઝ પટેલે ભરૂચના રાજકારણમાં એન્ટ્રી કરવાથી અસદુદ્દીન ઔવેસીની ભવિષ્યવાણી જાણે સાચી સાબિત થઈ છે.
ઔવેસીએ કહેલી વાત હવે સાચી સાબિત થઈ છે. TV9 ગુજરાતીના કાર્યક્રમમાં થોડા દિવસ પહેલા અસદુદ્દીન ઔવેસી આવ્યા હતા, જ્યા તેઓએ અહેમદ પટેલના પુત્ર તથા પુત્રીઓની રાજકારણમાં એન્ટ્રીને લઈને નિવેદન આપ્યુ હતુ. ત્યારે હવે સવાલ એ છે કે, શું મુમતાઝ પટેલની એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થશે? શું અહેમદ પટેલના સમર્થકોને મુમતાઝ પટેલની દિકરીના રાજકારણમાં આવવાથી જુસ્સો વધશે? ભરૂચની 5 બેઠકોમાંથી 1 બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે કે 4 બેઠકો ભાજપ પાસે છે ત્યારે આ સ્થિતિમાં કોઈ પરિવર્તન આવશે કે કેમ તે જોવુ રહ્યુ. આ તમામ સવાલો ચોક્કસ છે જોકે મુમતાઝ પટેલની એન્ટ્રીથી કેટલો ફરક પડે છે તે તો સમય જ બતાવશે
(વિથ ઇનપુટ, અંકિત મોદી, ભરુચ)
Post a Comment