Thursday, November 17, 2022

Gujarat Election 2022 : દાહોદના ઝાલોદમાંથી રદ કરાયેલી 500 -1000ના મૂલ્યની 19 લાખ રૂપિયાની નોટો ઝડપાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેકીંગ સખ્ત કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ચેકપોસ્ટ પરથી રદ થયેલી 500 – 1000ની નોટો ઝડપાઇ છે. જેમાં પોલીસે કુલ કુલ 18,99,500 રૂપિયાની રદ થયેલી નોટો ઝડપી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 16, 2022 | 11:57 p.m

ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેકીંગ સખ્ત કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ચેકપોસ્ટ પરથી રદ થયેલી 500 – 1000ની નોટો ઝડપાઇ છે. જેમાં પોલીસે કુલ કુલ 18,99,500 રૂપિયાની રદ થયેલી નોટો ઝડપી છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પગલે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેકીંગ કરતા મોટર સાયકલ પર સવાર 2 ઈસમો પાસેથી બેગમાં ભરેલી રદ થયેલી નોટો ઝડપાઈ હતી. તેમજ આ નોટો ક્યાંથી લાવ્યા ક્યાં લઇ જવાના હતા તે દિશામાં ઝાલોદ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

જામનગરમાં પણ ચૂંટણી સમયે લાખો રૂપિયાની હેરાફેરી ઝડપાઈ

આ ઉપરાંત, જામનગરમાં પણ ચૂંટણી સમયે લાખો રૂપિયાની હેરાફેરી ઝડપાઈ છે. શહેરના વ્હોરાના હજીરા પાસેથી લાખોની રોકડ સાથે કારને આંતરી લેવાઈ, જામનગર ઉત્તર બેઠક પર ચૂંટણી પંચ ટીમની કાર્યવાહી કરી છે અને ખાનગી કંપનીના કર્મીની કારમાં અંદાજે 25 લાખની રોકડ હોવાની આશંકા છે. ત્યારે હાલમાં ચૂંટણી પંચના ઓબ્ઝર્વર સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રોકડની ખરાઈ અંગે આવક વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે હાલમાં રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ હોવાના કારણે તમામ ચેકપોસ્ટો પર ચેકિંગની પ્રક્રિયા કડક કરવામાં આવી છે.

Related Posts: