Gujarat Election 2022 : Big Debate On Bus અમરેલીમાં ભાજપ -કોંગ્રેસ વચ્ચે સ્થાનિક સમસ્યાના મુદ્દે છેડાયો જંગ

Gujarat Election 2022 : ટીવીનાઇનની ઈલેક્શનવાળી બસ અમરેલી પહોંચી ચૂકી છે. જેમાં ચૂંટણીના ચોરો કાર્યક્રમ આજે અમરેલીના રાજુલામાં જામ્યો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીખા હુમલાઓ પણ કર્યા. તેમજ લોક પ્રશ્રો અંગે પણ આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા રવુ ખુમાણ, કોંગ્રેસના નેતા હિતેશભાઈ અને રાજકીય વિશ્લેષક ભૂપત જોશી આ ડિબેટમાં જોડાયા હતા.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવે 11, 2022 | 10:09 p.m

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ અમરેલી પહોંચી ચૂકી છે. જેમાં ચૂંટણીના ચોરો કાર્યક્રમ આજે અમરેલીના રાજુલામાં જામ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીખા હુમલાઓ પણ કર્યા. તેમજ લોક પ્રશ્રો અંગે પણ આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા રવુ ખુમાણ, કોંગ્રેસના નેતા હિતેશભાઈ અને રાજકીય વિશ્લેષક ભૂપત જોશી આ ડિબેટમાં જોડાયા હતા.

ભાજપે જાતિવાદ ખતમ કર્યો છે

Gujarat Election 2022 : આ ડિબેટમાં ભાજપના નેતા રવુ ખુમાણે વર્ષ 2017ની હાર માટે બચાવ કરતા જણાવ્યું હતું કે, ભાજપ તોડજોડનું રાજકારણ કરતું નથી. જેમાં ભાજપે અમરેલીમાં હાર સ્વીકારી છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસ જીતી પણ તેમણે આપેલા 12 વચનમાંથી એક પણ વચન પૂર્ણ કર્યું નથી. જ્યારે ભાજપે જાતિવાદ ખતમ કર્યો છે. ભાજપ જ્યારે સત્તામાં હતી ત્યારે અનેક લોક ઉપયોગી કામ કર્યા છે. આજે અમરેલીમાં નર્મદાનું પાણી આવે છે. તેમજ રાજ્યમાં ભાજપની સરકારે કરેલા વિકાસ કામોના પગલે લોકોના કામો ઝડપથી થયા છે. તેમજ આ વર્ષે ફરી એકવાર અમરેલીની જનતા ભાજપને આશીર્વાદ આપશે.

ભાજપના ધારાસભ્યે 20 વર્ષમાં એક પણ પ્રશ્ન વિધાનસભાના ઉઠાવ્યો નથી

જ્યારે અમરેલીથી ડિબેટમાં હિસ્સો લેતા કોંગ્રેસના નેતા હિતેશભાઇએ જણાવ્યું કે, અમરેલીમાં ભાજપના 20 વર્ષના શાસનનો અંત લાવીને કોંગ્રેસે લોક પ્રશ્નોને ઉકેલવાના કામ કર્યા છે. આ અમરેલીની જનતાએ નિહાળ્યું કે એક વિધાનસભાના તેમના ધારાસભ્યે તેમના પ્રશ્નોને વાચા આપી છે. જેમાં ભાજપના 20 વર્ષના શાસનની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યે 20 વર્ષમાં એક પણ પ્રશ્ન વિધાનસભાના ઉઠાવ્યો નથી. તેમજ લોકોના પ્રશ્નો પણ ઉકેલ્યા નથી. જ્યારે આજે લોકો શિક્ષિત થયા છે અને સમજદારી પૂર્વક મતદાન કરીને પોતાનો ધારાસભ્ય ચૂંટે છે. અમરેલીમાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ સારું કામ કર્યું છે. જનતા ફરી તેમને જ આશીર્વાદ આપશે તે ચોક્કસ છે.

આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારીના પગલે રાજકીય પરિબળોમાં ફેરફાર થાય તેવી શકયતા

રાજકીય વિશ્લેષક ભૂપત જોશી આ ડિબેટમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લો રાજકીય રીતે અગ્રેસર રહ્યો છે. ભાજપ -કોંગ્રેસ જે સારું કામ કરશે તેને જોઇને જનતા મત આપશે. કોળી અને આહીર સમાજ મોટો છે. આ જિલ્લામાં પણ જાતિવાદ છે. તેમજ જે સમાજના લોકોને ટિકિટ આપવામાં આવે છે તેની તરફ જે તે સમાજનો ઝોક વધારે જોવા મળે છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારીના પગલે રાજકીય પરિબળોમાં ફેરફાર થાય તેવી શકયતા છે.

أحدث أقدم