Monday, November 14, 2022

Gujarat Election 2022 : Big Debate On Bus બોટાદમાં જામ્યો ચૂંટણીનો ચોરો, જાણો રાજકીય પક્ષોના દાવા

ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ બોટાદ પહોંચી ચૂકી છે. જેમાં બોટાદના ગઢડામાં ચૂંટણીના ચોરો કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીખા હુમલાઓ પણ કર્યા. તેમજ લોક પ્રશ્રો અંગે પણ આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા ચંદ્રકાન્ત લાઠીગરા , કોંગ્રેસના નેતા અને ઉમેદવાર જગદીશ ચાવડા અને ટીવી નાઇનના વરિષ્ઠ પત્રકાર અજીત ગઢવી આ ડિબેટમાં જોડાયા હતા.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 13, 2022 | 11:59 p.m

ગુજરાત ઇલેક્શન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ બોટાદ પહોંચી ચૂકી છે. જેમાં બોટાદના ગઢડામાં ચૂંટણીના ચોરો કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીખા હુમલાઓ પણ કર્યા. તેમજ લોક પ્રશ્રો અંગે પણ આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા ચંદ્રકાન્ત લાઠીગરા , કોંગ્રેસના નેતા અને ઉમેદવાર જગદીશ ચાવડા અને ટીવી નાઇનના વરિષ્ઠ પત્રકાર અજીત ગઢવી આ ડિબેટમાં જોડાયા હતા.

બોટાદ જિલ્લામાં રાજીનામાંનો કોઇ વાત સામે આવી નથી.

આ ડિબેટમાં હિસ્સો લેતા ભાજપના નેતા ચંદ્રકાન્ત લાઠીગરાએ ભાજપના ઉમેદવાર પસંદગીને લઇને થયેલા વિરોધ અંગે જણાવ્યું હતું કે કાર્યકરોએ તેમની લાગણી દર્શાવી છે. તેમજ પાર્ટી તેમની લાગણીને સમજવા સક્ષમ છે. તેમજ રાજ્યના ટિકિટની જાહેરાત બાદ ભાજપ -કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો અનેક સ્થળોએ નારાજ છે. કારણ કે કાર્યકરો લાગણી સાથે જોડાયેલા હોય છે. તેમજ બોટાદ જિલ્લામાં રાજીનામાંનો કોઇ વાત સામે આવી નથી. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ બનીને પડ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ પીએમ બનતાની સાથે જ ગેટ બનડાવીને યોજના  પરિપૂર્ણ કરી છે. કોંગ્રેસની ડેમ બનાવવાની માત્ર વાતો જ છે.

કોંગ્રેસના રાજમાં પેપરો ફૂટયા નથી અને સચિવાલયોને તાળા લગાવવામાં આવ્યા નથી

જ્યારે કોંગ્રેસ નેતા અને ઉમેદવાર જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઉમેદવારને લઇને કોઇ વિરોધ નથી. તેમજ પાર્ટીએ કાર્યકરોનો લાગણી અને લોકચાહનાને જોઇને જ ઉમેદવારની પસંદગી કરી છે. જ્યારે છેલ્લા 27 વર્ષમાં ભાજપે વિકાસના નામે લોકોને ગેરમાર્ગે દોર્યાં છે. કોંગ્રેસ સરકારે ડેમ બનાવ્યા છે. બીપીએલ કાર્ડ મફતમાં બનાવી આપ્યા છે. યાત્રાધામોનો વિકાસ જેવા મુદ્દા સાથે ઇલેક્શન લડવાના છે. કોંગ્રેસના રાજમાં પેપરો ફૂટયા નથી અને સચિવાલયોને તાળા લગાવવામાં આવ્યા નથી. આ બધી પરેશાની દૂર કરવાના સંકલ્પ સાથે લોકો પાસે વોટ માંગવાના છીએ.

બોટાદ જિલ્લાનો જોઇએ તેવો વિકાસ થયો નથી

આ ડિબેટમાં હિસ્સો લેતા ટીવી નાઇનના વરિષ્ઠ પત્રકાર અજીત ગઢવીએ જણાવ્યું હતું કે, બંને પક્ષોના સબ સલામત હોવાના દાવા ખોટા છે.બંને પક્ષોમાં ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ વિરોધ જોવા મળ્યો છે. તેમજ જોવા જઇએ તો બોટાદ એ સ્વામીનારાયણ ભગવાનની કર્મભૂમિ છે. પરંતુ તેમ છતાં આટલા વર્ષો પછી પણ  શહેરનો વિકાસ થયો નથી. ઘેલા નદીનો વિકાસ થયો નથી. ભાજપે 80 કરોડના ખર્ચે તેના ડેવલોપમેન્ટ કરવાની વાત કરી હતી. પરંતુ આજે કશું થયું નથી. તેમજ કોંગ્રેસ પણ વિકાસમાં નિષ્ફળ ગઇ છે. બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી રહ્યા હતા. તેમ છતાં બોટાદ જિલ્લાના ગામોનો જોઇએ તેવો વિકાસ થયો નથી. જ્યારે ભાજપ- કોંગ્રેસમાં ખોટા સમયે વિવાદ ઉભો થયો છે. જેના લીધે ભાજપ- કોંગ્રેસમાં અસંતોષ પેદા કરશે તેમજ નુકશાન પણ કરી શકે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.