Gujarat Election 2022 : Big Debate On Bus સૌરાષ્ટ્રના કિલ્લા પર કબ્જો મેળવવા ભાજપ- કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું

ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ રાજકોટ પહોંચી ચૂકી છે. જેમાં ચૂંટણીના ચોરો કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના રાજકીય એપી સેન્ટર રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસે સામ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. સૌરાષ્ટ્રના કિલ્લા પર કબ્જો મેળવવા બંને પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા રક્ષાબેન બોળિયા, કોંગ્રેસ નેતા નિદત બારોટ અને રાજકીય વિશ્લેષક કરણ શાહ આ ડિબેટમાં જોડાયા છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 06, 2022 | 10:29 p.m

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ રાજકોટ પહોંચી ચૂકી છે. જેમાં ચૂંટણીના ચોરો કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના રાજકીય એપી સેન્ટર રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસે સામ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. સૌરાષ્ટ્રના કિલ્લા પર કબ્જો મેળવવા બંને પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા રક્ષાબેન બોળિયા, કોંગ્રેસ નેતા નિદત બારોટ અને રાજકીય વિશ્લેષક કરણ શાહ આ ડિબેટમાં જોડાયા હતા.

ઇલેક્શનમાં લોકો ભાજપને જિતાડશે તેવો વિશ્વાસ

ભાજપના નેતા રક્ષાબેન બોળિયાએ  ડિબેટમાં શહેરના પાયાના પ્રશ્નોની સમસ્યા અંગે જણાવ્યું હતું કે શહેરમાં કોઇ પણ મોટી સમસ્યા નથી અને જે વાતો કરવામાં આવે છે. ખોટી છે. તેમજ રાજકોટ શહેરનો વિકાસ કુદકે- ભૂસકે થઇ રહ્યો છે. શહેરમાં જે સ્થળે કામ ચાલી રહ્યું છે તેમા કામના લીધે થોડી સમસ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં સરકારે એઇમસ આપી છે. જેનાથી લોકોને આરોગ્ય સુવિધાઓ મળશે. શહેરના વિકાસની વાત કરીએ તો રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટના વિકાસમાં સતત ફાળો આપી રહ્યા છે. તેમજ આગામી ઇલેક્શનમાં લોકો ભાજપને જિતાડશે તેવો અમને વિશ્વાસ છે.

રાજકોટમાં 25 વર્ષમાં 6 બ્રિજ નથી બન્યા

જ્યારે રાજકોટની સમસ્યાના મુદ્દે કોંગ્રેસ નેતા નિદિત બારોટે જણાવ્યું હતું કે રાજકોટના પાંચ વર્ષના સમયગાળા બાદ કરતાં સતત ભાજપનું શાસન રહ્યું છે. પરંતુ તેમ છતાં છેલ્લા 25 વર્ષ પૂર્વે રાજકોટની જે ત્રણ સમસ્યાઓ હતી તે આજે પણ યથાવત છે. જેમાં પાણીનો પ્રશ્ન જયારે વજુભાઈ વાળા મેયર હતા ત્યારે પણ હતી અને આજે પણ છે. આજે માત્ર 20 મિનિટ પાણી આવે છે. તેમજ 15 વર્ષના દિલ્હીમાં શીલા દીક્ષિતે 300 બ્રિજ બનાવ્યા છે. જ્યારે રાજકોટમાં 25 વર્ષમાં 6 બ્રિજ નથી બન્યા. તેમજ રાજકોટના કાયદો – વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે તેવું નિવેદન અમારું નહિ પરંતુ ભાજપના નેતા ગોવિંદભાઈ પટેલનું છે. જ્યારે રાજકોટમાં બિલ્ડરોને ફાયદો કરાવવા માટે દૂરના વિસ્તારોમાં ટીપી સ્કીમો જાહેર કરવામાં આવે તેવો આક્ષેપ કર્યો હતો .

ઓવર બ્રિજની આસપાસ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા

આ ડિબેટમાં હિસ્સો લેતા રાજકીય વિશ્લેષક કરણ શાહે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની વાત કરીએ તો પીએમ મોદીએ રાજકીય સફર અહીથી શરૂ કરી. રાજકોટ જનસંઘનું મુખ્ય કેન્દ્ર છે. રાજકોટમાં પૂર્વની બેઠક એક વાર કોંગ્રેસ જીતી છે. જ્યારે હાલ રાજકોટમાં પીવાની પાણીની સમસ્યા મહદઅંશે ઘટી છે. તેમજ ચોમાસા દરમ્યાન ઓવર બ્રિજની આસપાસ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ચોક્કસ ઉભી થઈ છે. તેનો ઉકેલ લાવવો જરૂરી છે. તેમજ છેલ્લા 25 વર્ષમાં લોકો સંતોષ અનુભવી રહ્યા છે. તેમજ એક સમયે રાજકોટમાં જમીન સબંધી ગુનાઓ વધુ નોંધાતા હતા જો કે આજે તેની પર નિયંત્રણ આવ્યું છે.

أحدث أقدم