Header Ads

Gujarat Election 2022 Live : પ્રથમ તબક્કાની 89 બેઠકોના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, રાજકીય પાર્ટીના દિગ્ગજો કરશે અંતિમ ઘડીનો પ્રચાર

Gujarat Election 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે પોતાના વિસ્તારમાં ક્યારેય ગાડીઓમાં પણ ન જોવા મળતા નેતાઓ પગપાળા મતદારો સુધી પહોંચી રહ્યા છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં.

Gujarat Election 2022 Live : પ્રથમ તબક્કાની 89 બેઠકોના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, રાજકીય પાર્ટીના દિગ્ગજો કરશે અંતિમ ઘડીનો પ્રચાર

ગુજરાત ચૂંટણી 2022 લાઈવ

| સંપાદિત: મમતા ગઢવી

નવેમ્બર 29, 2022 | 10:24 AM

લાઈવ સમાચાર અને અપડેટ્સ

  • 29 નવેમ્બર 2022 સવારે 10:24 વાગ્યે (વાસ્તવિક)

    અબડાસા AAP ઉમેદવારના પક્ષપલટાથી સમીકરણો બદલાયા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક પર રાજકીય સમીકરણ બદલાયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેવાણીએ બળવો કરી ભાજપને સમર્થન આપ્યુ હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારથી નારાજ કાર્યકર્તાઓએ અપક્ષના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અપક્ષ ઉમેદવારે નલિયામાં તમામ સમાજના આગેવાનો સાથે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે અબડાસા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સાથે હવે અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

  • 29 નવેમ્બર 2022 સવારે 10:22 વાગ્યે (વાસ્તવિક)

    Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આજે  સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. જો કે ડોર-ટુ-ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ સ્વરૂપે પ્રચાર ચાલુ રહેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો પર યોજાનાર છે જ્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા માટે મથામણ કરી રહી છે, વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજો હાલ ગુજરાત ગજવી રહ્યા છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ આ વખતે એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં પરિવર્તનની આશાથી પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. આ વખતની લડાઈ પરિવર્તન સામે પુનરાવર્તનની છે. જો કે નેતાઓના પ્રચાર દરમિયાન ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

પર પ્રકાશિત – 29 નવેમ્બર, 2022 સવારે 10:18 વાગ્યે

Powered by Blogger.