Gujarat Vidhansabha Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજો મતદારોને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે.

ગુજરાત ચૂંટણી 2022 લાઈવ
લાઈવ સમાચાર અને અપડેટ્સ
-
21 નવેમ્બર 2022 09:04 AM (વાસ્તવિક)
Gujarat Election 2022 : ચૂંટણી નજીક આવતા નેતાઓ પણ જનતાની નજીક !
આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. PM મોદી આજે ત્રણ મહાસભાઓને સંબોધશે. તો આ તરફ અમિત શાહ પણ 4 જનસભાઓને સંબોધન કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ પ્રથમ વખત ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ પણ બે સભાઓ ગજવશે. તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ પોતાના પક્ષને ગુજરાતમાં મજબુત કરવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ બેઠકો લાવવાના પ્રયાસો રૂપી કેજરીવાલ અમરેલીમાં રોડ શો કર્યો.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને (ગુજરાત ચૂંટણી 2022) આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. PM મોદી (PM મોદી ગુજરાત મુલાકાત) આજે સુરેન્દ્રનગર, ભરૂચના જંબુસર અને નવસારીમાં જાહેર સભાને સંબોધન કરશે. તો ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં મોરચો સંભાળ્યો છે. તો વિપક્ષનો રાષ્ટ્રીય ચહેરો એવા રાહુલ ગાંધી પણ આજે રાજકોટ અને સુરતના મહુવામાં પ્રચાર કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ આજે અમરેલી ખાતે રોડ શો યોજશે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો (ગુજરાત વિધાનસભા ચૂંટણી) જંગ જામશે. ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓના દિગ્ગજો ગુજરાતમાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM સુધી પહોંચે છે કે કેમ તે તો પરિણામ જ બતાવશે.
પર પ્રકાશિત – નવેમ્બર 21,2022 9:01 AM