સુરતમાં (Surat) ગઈકાલ સુધી જે PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરો અલ્પેશ કથિરીયાની સાથે હતા. તેઓ હવે ભાજપમાં જોડાઈને અલ્પેશ કથિરીયાની સામે આવી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે PAASના નેતાઓને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે વિધાનસભાનો જંગ જીતવા કમર કસી લીધી છે. બીજી તરફ એક પછી એક અન્ય પક્ષના આગેવાનો પણ ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે. એટલુ જ નહીં સામાજિક કામ કરતી સંસ્થાઓના કાર્યકરો પણ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં પણ PAAS એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો ભાજપની સાથે આવી ગયા છે.
ગુજરાત ઇલેક્શન 2022 : PAASના કાર્યકરો ભાજપમાં જોડાયા
સુરતમાં ગઈકાલ સુધી જે PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરો અલ્પેશ કથિરીયાની સાથે હતા. તેઓ હવે ભાજપમાં જોડાઈને અલ્પેશ કથિરીયાની સામે આવી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે PAASના નેતાઓને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું છે. સુરત PAASના નેતા વિજય માંગુકિયા અને ભાવનગર PAASના કન્વીનર નીતિન ઘેલાણી સહિત 40થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. PAASના નેતાઓએ અલ્પેશ કથીરિયા પર આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીમાં જે લોકો ગયા છે, તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા છે.
બીજી તરફ સુરત ભાજપમાં પણ આંતરિક વિરોધનો સૂર ઉઠ્યો છે. ચોર્યાસી બેઠક પર નવા ઉમેદવાર જાહેર થતા વિરોધ શરૂ થયો છે. ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલને રિપીટ કરવા માગ કરી છે. ભાજપે ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે. જેના વિરોધમાં ઝંખના પટેલના 500થી વધુ સમર્થકોએ ભાજપ કાર્યાલય પર હલ્લાબોલ કર્યા હતા અને સંદીપ દેસાઈ હાય હાયના નારા લગાવ્યા હતા. સાથે જ ઝંખના પટેલને રિપીટ નહીં કરો તો ભાજપને મત ન આપવા સમર્થકોએ ચીમકી ઉચ્ચારી હતી.
0 Komentar