ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં રાજકોટ ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મનસુખ માંડવિયાએ ટીવી નાઈન સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે ભાજપમાં કોઈ જૂથવાદ નથી અને કમળને વિજયી બનાવવા સૌ કાર્યકરો એકસંપ છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં રાજકોટ ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મનસુખ માંડવિયાએ ટીવી નાઈન સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે ભાજપમાં કોઈ જૂથવાદ નથી અને કમળને વિજયી બનાવવા સૌ કાર્યકરો એકસંપ છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને સૌની યોજનાથી ડેમ ભરાયા અને મગફળી કપાસ સહિતના પાકના ખેડૂતોને પૂરતા ભાવ મળ્યાં છે.સૌરાષ્ટ્રની જનતા 2022માં ભાજપ પર ભરોસો કરીને ગત વિધાનસભા કરતા વધુ બેઠકો જીતાડશે.
ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને જ રીપીટ કર્યા છે તો કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ 13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો 38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં 4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.