Header Ads

Gujarat Election 2022: પાલનપુરના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ, લોકોએ ‘મોદી મોદી'ના નારા લગાવ્યા

Gujarat assembly election: પાલનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલનો તેમના જ ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે. ગત રાત્રિએ પાલનપુરના લુણવા ગામે મહેશ પટેલની સભા રાખવામાં આવી હતી. જો કે લોકોએ આ સભા થવા દીધી ન હતી.

Gujarat Election 2022: પાલનપુરના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ, લોકોએ ‘મોદી મોદી'ના નારા લગાવ્યા

કોંગ્રેસ ઉમેદવાર મહેશ પટેલનો વિરોધ

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો. હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલ લુણવા ગામે પ્રચાર કરવા ગયા હતા. પરંતુ લોકોએ તેમની સભા નહોતી થવા દીધી. લોકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો અને ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષમાં મહેશ પટેલે કોઈપણ પ્રકારના વિકાસકાર્યો નથી કર્યા.

પાલનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલનો તેમના જ ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે. ગત રાત્રિએ પાલનપુરના લુણવા ગામે મહેશ પટેલની સભા રાખવામાં આવી હતી. જો કે લોકોએ આ સભા થવા દીધી ન હતી. લોકોએ મહેશ પટેલનો હુરિયો બોલાવીને તેમની સભામાં મોદી મોદીના નારા લગાવ્યા હતા. મહેશ પટેલ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને આક્ષેપ છે કે મહેશ પટેલે વિકાસના કોઇ પણ કામ આ 10 વર્ષ દરમિયાન કર્યા નથી. એટલુ જ નહીં આ દસ વર્ષ દરમિયાન તે કોઇ ગામડાઓમાં નજરે પડ્યા નથી. આ બધા આક્ષેપ સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ ગઇકાલે તેમની સભા પણ થવા દીધી ન હતી.

મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. 2022માં 51,782 મથકોમાંથી 16 હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 1 હજાર 518 મતદાન મથકો વધ્યા છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.

Powered by Blogger.