મોસાળામાં આવેલા નાના બાળકોએ પણ ભાજપના ઝંડા હાથમાં લઇને ડાન્સ કરવાનો આનંદ માણ્યો હતો. હાલમાં સમગ્ર રાજ્યમાં ચૂંટણીની (Election) મોસમ ખિલી છે ત્યારે લગ્ન પ્રસંગમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા લોકો આ પ્રકારનો ડાન્સ જોવા રસ્તા પર ઊભા રહી ગયા હતા.

ભાયાવદરમાં લગ્ન પ્રસંગમાં ભાજપનો પ્રચાર
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીની સાથે સાથે લગ્નની પણ સિઝન જામી છે ત્યારે આ માહોલમાં અવનવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક ચૂંટણીસભામાં કાર્યકરો જાનૈયાઓની જેમ નાચીને આનંદ વ્યક્ત કરે છે તો ક્યાંય લગ્નમાં જાનૈયાઓ રાજકીય પક્ષોના સમર્થકો હોય તેમ વિવિધ રાજકીય પક્ષના ઝંડા લઇને ગરબે ઘૂમી રહ્યા છે. ગત રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સભામાં મન મૂકીને ડાન્સ કરી રહેલા કાર્યકરોનો વીડિયો વાયરલ થયો હતો. તો બીજી તરફ રાજકોટના ધોરાજી નજીકના ભાયાવદરમાં જોવા મળ્યું હતું કે લગ્નના મામેરા દરમિયાન મોસાળિયાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. કેટલાક ઉત્સાહી મોસાળિયાઓએ તો ભાજપના ઝંડા લઇને ગરબે પણ ઘૂમ્યા હતા. તો મોસાળામાં આવેલા નાના બાળકોએ પણ ભાજપના ઝંડા હાથમાં લઇને ડાન્સ કરવાનો આનંદ માણ્યો હતો. હાલમાં સમગ્ર રાજ્યમાં ચૂંટણીની મોસમ ખિલી છે ત્યારે લગ્ન પ્રસંગમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા લોકો આ પ્રકારનો ડાન્સ જોવા રસ્તા પર ઊભા રહી ગયા હતા.
ગુજરાત ચૂંટણી 2022: લગ્નના મામેરામાં જુઓ કયા પક્ષનો થયો ધરખમ પ્રચાર
રાજકોટ જિલ્લા ના ભાયાવદર ગામ ખાતે દીકરી ના લગ્ન પ્રસંગે મામેરા ની વિધિ માં ભાજપ નો પ્રચાર જોવા મળ્યો હતો. લગ્નના પ્રસંગમાં મોસાળું કે મામેરૂ કરવાની મહત્વની વિધી અને પરંપરા છે અને સમય બદલાતા હવે મામેરા પણ મોટો તામજોમ જોવા મળે છે મામેરા દરમિયાન એવા દ્રશ્યો જોવા મળે છે કે જાણે વરઘોડો જતો હોય. ત્યારે ધોરાજી ઉપલેટા નજીકના ભાયાવદરમાં એક પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગના મામેરામાં લોકો ભાજપના ઝંડા લઇને ગરબે ઘૂમ્યા હતા. મોસાળામાં આવેલા લોકો ભાયાવદર ના મુખ્ય માર્ગો અને પટેલ ચોક નજીક રાસ રમતા રમતા હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો રાખ્યો હતો. મોટાઓની સાથે સાથે નાના બાળકોએ પણ આવા ઝંડા પકડીને ફરવાની મજા માણી હતી.
ગુજરાત ઇલેક્શન 2022: કોણે કર્યો ભાજપનો પ્રચાર
જેમની દીકરીના લગ્ન હતા તે નયન જીવાણી ભાયાવદર કોંગ્રેસ શાસિત પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર સમાજમાં ભાયાવદર વિસ્તારમાં એક આગવી ઓળખ પણ ધરાવે છે હાલ થોડા દિવસ પહેલા જ સી. આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યા હતા. ત્યારે તેમની દીકરીના લગ્ન પ્રસંગમાં નયન જીવાણીએ કેસરિયા રંગે રંગાઈ અને મામેરાની રસમમાં ભાજપનો અનોખો પ્રચાર કર્યો હતો.
ગુજરાત ચૂંટણી 2022: ભાયાવદર ગણાય છે કડવા પાટીદારોનો ગઢ
રાજકીય રીતે જોઈએ તો ભાયાવદર ગામ કડવા પાટીદારોનું ગઢ ગણાય છે અહીંયા ના 12 જેટલા પાલિકા સદસ્યોએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને સી. આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એક તરફ કોંગ્રેસમાંથી લેઉઆ પટેલ જ્ઞાતિમાંથી લલિત વસોયા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે બીજી તરફ કડવા પટેલ સમાજમાંથી ડોક્ટર મહેન્દ્ર પાડલીયા ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ધોરાજી ઉપલેટા 75 વિધાનસભા પર સીધો લેઉવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચેનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે આ પ્રકારનો વીડિયો રાજકીય ચર્ચાનો પણ વિષય બન્યો છે.