Gujarat Election 2022 : પાટણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતા કીરીટ પટેલ વચ્ચે મુલાકાત થઈ, એકબીજાને શુભેચ્છા પાઠવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પાટણમાં રોડ શો અને પ્રચારમાં જોડાયા હતા. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતા કીરીટ પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી. હેલીપેડ પર આ બંને નેતા સાથે જોવા મળ્યા હતા. તેમજ બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પાટણમાં રોડ શો અને પ્રચારમાં જોડાયા હતા. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતા કીરીટ પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી. હેલીપેડ પર આ બંને નેતા સાથે જોવા મળ્યા હતા. તેમજ બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સોમવારે પાટણના કોંગ્રેસ ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરીયાદ કરી હતી. રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમયમાં કિરીટ પટેલે સભા કરતા નોડલ ઓફિસરે કાર્યવાહી કરી છે.
ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
Post a Comment