Gujarat Election 2022 : ભાજપે કોંગ્રેસે લગાવેલા આક્ષેપ ફગાવ્યા, કહ્યું કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપ લગાવવામાં વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરી રહી છે. જો કે કોંગ્રેસના આ આક્ષેપને ભાજપે ફગાવ્યા છે. તેમજ આપ સાથે ભાજપને કોઇ પણ સબંધ ન હોવાનો ખુલાસો કર્યો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપ લગાવવામાં વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરી રહી છે. જો કે કોંગ્રેસના આ આક્ષેપને ભાજપે ફગાવ્યા છે. તેમજ આપ સાથે ભાજપને કોઇ પણ સબંધ ન હોવાનો ખુલાસો કર્યો છે. તેમજ આ અંગે ભાજપ નેતા ભરત ડાંગરે કહ્યું કે કોંગ્રેસે અત્યારથી હાર સ્વીકારી લીધી છે. તેમજ કોંગ્રેસના આ નિવેદનો દર્શાવે છે કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે.
તેમજ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું કે હવાલાના રૂપિયાના આક્ષેપને લઈ આમ આદમી પાર્ટીએ જવાબ આપવો જોઇએ. આ અગાઉ પણ AAP પાસેથી રોકડ જપ્ત થઈ છે. બીજી તરફ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા બનાવી દીધી છે જેમાં છેલ્લા 48 કલાકમાં 100 બેઠક પર મંથન થયું છે. હજુ શનિવારે પણ ઉમેદવારો મુદ્દે મંથન થશે. જેની બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત થઇ શકે છે. જ્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે.
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નો પ્રારંભ થયો છે. આ કેમ્પેઇન થકી ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર માટે ગુજરાતની જનતાના અભિપ્રાય લેવામાં આવશે. આ અભિયાનમાં તારીખ 5 થી 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવશે. જે માટે સૂચન પેટી અલગ અલગ જગ્યાએ મુકવામાં આવશે. આ કેમ્પેઇનમાં સુચના પેટી દરેક તાલુકા મંડળ, દરેક જાહેર સ્થળો પર, ગ્રામ પંચાયતો પર મુકવામાં આવશે અને પોસ્ટ કાર્ડ માધ્યમ થકી ગુજકાતની જનતા તેમના સુચનો જણાવી શકશે. સાથે જ ગુજરાતની જનતા www.agresargujarat.com વેબસાઇટ તેમજ 7878182182 નંબર પર સૂચનો જણાવી શકશે.
Post a Comment