Gujarat Election 2022 : કોંગ્રસની ટિકિટ વહેંચણી વિવાદ ચરમસીમાએ, ભરતસિંહ સોલંકી પર કાળી શાહી ફેંકાઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા જ આંતરિક અસંતોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી પર કાળી શાહી ફેંકી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 06, 2022 | 6:32 p.m

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા જ આંતરિક અસંતોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી પર કાળી શાહી ફેંકી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. એલિસબ્રિજ બેઠક પરના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર રોમિને પિતાને ટિકિટ ન મળવાને કારણે ભરતસિંહ સોલંકી પર કાળી શાહી ફેંકી નારાજગી વ્યક્ત કરી. જો કે એલિસબ્રિજ પોલીસે ભરતસિંહ પર શાહી ફેંકનાર રોમિલની અટકાયત કરી.

સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા રોમીને જણાવ્યું કે ભરતસિંહ સોલંકીએ જ મારા પિતાની ટિકિટી કાપી છે. મારા પિતાને ટિકિટ ન મળતા મને દુઃખ લાગી આવતા મેં વિરોધ વ્યક્ત કરવા ભરતસિંહ પર શાહી ફેંકી છે. રોમીને આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સિનિયર નેતાઓ પોતાના મળતિયાઓને જ ટિકિટ આપે છે. જેના કારણે કોંગ્રેસના અનેક કાર્યકરોમાં નારાજગી છે.

Previous Post Next Post