Gujarat Election: કોંગ્રેસની પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન, એકપણ ધારાસભ્ય સામેલ નહીં
કોંગ્રેસે (Congress) સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે.. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી.
Image Credit source: ફાઇલ તસવીર
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે.. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી.
ભારતીય જનતા પાર્ટી જ્યાં હજીપણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં દાવેદારો પર ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર વાળી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે. સમગ્ર યાદી જોઈએ તો
- અંજારથી રમેશભાઈ ડાંગર
- ગાંધીધામ થી ભરત સોલંકી
- ડીસાથી સંજય ગોવાભાઇ રબારી
- ખેરાલુથી મુકેશ દેસાઈ
- કડીથી પ્રવીણભાઈ પરમાર
- હિંમતનગરથી કમલેશકુમાર પટેલ
- ઈડરથી રામાભાઇ સોલંકી
- ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ
- ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક
- એલિસબ્રિજથી ભીખુભાઈ દવે
- અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ
- દસક્રોઈ થી ઉમેડી બુધાજી ઝાલા
- રાજકોટ દક્ષિણથી હિતેશભાઈ વોરા
- રાજકોટ ગ્રામ્યથી સુરેશભાઈ બથવાર
- જસદણથી ભોળાભાઈ ગોહિલ
- જામનગર ઉત્તરથી દીપેન્દ્રસિંહ જાડેજા
- પોરબંદરથી અર્જુન મોઢવાડિયા
- કુતિયાણાથી નાથાભાઈ ઓડેદરા
- માણાવદર અરવિંદભાઈ લાડાણી
- મહુવાથી કનુભાઈ કલસરિયા
- નડિયાદથી ધ્રુવલ પટેલ
- મોરવાહડફ થી સ્નેહલતાબેન ખંત
- ફતેપુરા થી રઘુ મચ્છર
- ઝાલોદ થી ડૉ મિતેશ ગરાસીયા
- લીમખેડાથી રમેશ ગુંડિયા
- સંખેડા ધીરુભાઈ ચુનીલાલ ભીલ
- સયાજીગંજથી અમીબેન રાવત
- અકોટાથી ઋત્વિક જોશી
- રાવપુરાથી સંજય પટેલ
- માંજલપુરથી અશ્વિન સિંહ
- ઓલપાડથી દર્શન નાયક
- કામરેજથી નિલેશ કુંભાણી
- વરાછા રોડથી પ્રફુલ તોગડિયા
- કતારગામથી કલ્પેશ વરિયા
- સુરત પશ્ચિમથી સંજય પટવા
- બારડોલીથી પન્નાબેન અનિલભાઈ પટેલ
- મહુવાથી હેમાંગીની ગરાસીયા
- ડાંગથી મુકેશભાઈ પટેલ
- જલાલપુરથી રણજીતભાઈ પંચાલ
- ગણદેવીથી શંકરભાઈ પટેલ
- પારડીથી જયશ્રી પટેલ
- કપરાડાથી વસંતભાઈ પટેલ
- ઉમરગામથી નરેશભાઈ વાલવી
પ્રથમ યાદીમાં ઝાલોદના ધારાસભ્યની ટિકિટ કપાઈ
કોંગ્રેસે જાહેર કરેલ પ્રથમ યાદીમાં હાલના 63 પૈકી એક પણ ધારાસભ્યનું નામ સામેલ નથી. જોકે ઝાલોદ વિધાનસભા બેઠક પર હાલના ધારાસભ્ય ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે. ઝાલોદમાં કોંગ્રેસે ભાવેશ કટારા ના બદલે પૂર્વ ધારાસભ્ય ડૉ મિતેશ ગરાસીયાની પસંદગી કરી છે. મહત્વનું છે કે અગાઉ ભાવેશ કટારાને લઈ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. રાહુલ ગાંધીની દાહોદ માં સભા પૂર્વે નારાજગીની બાબતો પણ સામે આવી હતી. જો કે ત્યારે ઘી ના ઢામમાં ધી સમાઈ ગયું હતું. અને હવે જાહેર થયેલ યાદીમાં ભાવેશ કટારાનું નામ નહીં.
સાંસદ અમીબેન યાજ્ઞિકને પણ મેદાનમાં ઉતાર્યા
રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકને પણ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેઠક ઘાટલોડિયા થી લડાવવાનું નક્કી કર્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી લીડ વાળી બેઠક પર રાજ્યસભા સાંસદને ઉતારવા એ દર્શાવી રહ્યું છે કે કોંગ્રેસ કોઈપણ બેઠક લડત વગર ધરી દેવા માંગતું નથી.
એનસીપી સાથે ગઠબંધનને લઈ સવાલ
એક તરફ કોંગ્રેસ સમાન વિચારધારા પક્ષો સાથે ગઠબંધન ની વાત કરી રહ્યું છે. ભૂતકાળમાં એનસીપી સાથે ગઠબંધન થયેલ જેને આગળ વધારવાની પણ ચર્ચા થઈ ગઈ છે ત્યારે કુતિયાણા વિધાનસભા બેઠક કે જ્યાં 2017માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન થયું હતું. કોંગ્રેસની પ્રથમ યાદીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પર એનસીપી ના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપતા કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને લઇ પ્રશ્નો ઉભા થયા છે.
Post a Comment