Friday, November 25, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Happy Birthday Jhulan Goswami: ઝુલન ગોસ્વામીની બે દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી, વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી અનેક મોટા રેકોર્ડ બનાવ્યા
નવેમ્બર 25, 2022 | 10:45 A.M
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવેમ્બર 25, 2022 | 10:45 A.M
છેલ્લા બે દાયકામાં ભારતમાં મહિલા ક્રિકેટની એક પણ મેચ જો કોઈએ જોઈ હોય તો ઝુલન ગોસ્વામીનું નામ તેના માટે અજાણ્યું ન હોઈ શકે. ન જાણે ક્રિકેટ જગતના ઝુલને કેટલા રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા. આજે એટલે કે 25 નવેમ્બરે આ ખેલાડી પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. જાણો તેની કારકિર્દીની સૌથી મોટી સફળતા. (Getty Images)
ઝુલન ગોસ્વામીનો જન્મ 25 નવેમ્બર 1982ના રોજ પશ્ચિમ બંગાળના નાદિયામાં એક મધ્યમ પરિવારમાં થયો હતો. વર્ષે 1992ના મહિલા વર્લ્ડ કપની ફાઈનલ જોવા ઝુલન ગોસ્વામી ઈડન ગાર્ડન આવી હતી અને આ મેચે તેની જીંદગીને બદલી નાંખી હતી અને તેમણે ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો.
ઝુલન ગોસ્વામી ચકદાથી રોજ સવારે 4.30 કલાકે ઉઠી 80 કિમીની સફર લોકલ ટ્રેનથી કોલકત્તા જઈ પ્રેક્ટિસ કરતી હતી અને ત્યાંથી ઘરે પરત ફરતી હતી. મોટી મહેનત બાદ વર્ષે 2022માં તેમણે વનડે ડેબ્યુની ત્તક મળી. ત્યારબાદ 20 વર્ષ સુધી તે ઈન્ડિયાની હિરો બની અને ભારતમાં મહિલા ક્રિકેટનો મોટો ચહેરો બની ગઈ હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સાર્વધિક વિકેટ 355 લેવાનો રેકોર્ડ ઝુલનના નામે છે. તે વનડેમાં 250 તેનાથી વધુ વિકેટ લેનારી દુનિયાની પ્રથમ અને એકમાત્ર મહિલા ક્રિકેટર છે. વર્લ્ડકપમાં સૌથી વધુ 43 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામ પર છે. મહિલા ક્રિકેટમાં વધુ મેડન ઓવર પણ તેણે જ ફેંકી છે.
ઝુલન ગોસ્વામીના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેમણે ટેસ્ટમાં 12 મેચમાં 44 વિકેટ લીધી છે. જ્યારે વનડેમાં તેમણે 204 મેચમાં 255 વિકેટ પોતાના નામ કરી છે. આ સિવાય ટી 20માં પણ તેમણે 68 મેચમાં 56 વિકેટ પોતાના ખાતામાં છે. એક ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારી તે સૌથી યુવા ખેલાડી બની હતી.
મિતાલી રાજ બાદ ઝુલન ગોસ્વામી પ્રથમ મહિલા ખેલાડી છે. જેના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ બાયોપિકનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં ઝુલનનું પાત્ર અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીનું પાત્ર નિભાવી રહી છે.