- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- He Said In Umargam In The Region Where There Is An Election, He Utters Words From His Mouth, If There Is An Election In Uttar Pradesh, He Insults Gujarat And Gujaratis.
વલસાડ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રામાં ‘પાકિસ્તાન જિંદા બાદના નારા’ આપ્યા એ પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે…જેના દિલમાં હિંદુસ્તાન વસેલું હોય તે ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા ન લગાવે.

છળકપટ કરો છો હિન્દુઓથી પણ કમસેકમ ભગવાનથી તો ડરો
સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસીઓ ખાલી ચૂંટણી ટાણે જ મંદિરમાં નજર આવે છે, જ્યારે કેન્દ્રમાં તેઓની સરકાર હતી ત્યારે રિમોર્ટથી સરકાર ચલાવનાર તેમની માતાજીએ આદેશ કર્યો અને કોંગ્રેસની સરકારે કોર્ટમાં દસ્તાવેજ કર્યો કે ભગવાન રામનું કઈ અસ્તીત્વ જ નથી. જે ઢોંગ કરે છે લલાટ અને તીલક લગાવવાનું તેઓને કહેવા માગું છું કે, છળકપટ કરો છો હિન્દુઓથી પણ કમસેકમ ભગવાનથી તો ડરો.
વધુમાં પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓની રાજનીતી એવી છે કે, ચૂંટણી જે પ્રદેશમાં હોય તેના આધારે મોઢેથી શબ્દો નિકળે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપો છો, જ્યારે મહારાષ્ટ્માં યાત્રા કાઢે છે ત્યારે કહે છે કે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રી કેમ જ જઈ રહી છે. હવે ગુજરાતની ચૂંટણી આવી છે તો કહે છે કે અમને મત આપો, ગુજરાતમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે, રાહુલ ગાંધી ભાષણ આપવા આવે છે તો ભરતસિંહ મંચ છોડીને ચાલ્યા જાય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સ્વિકારે છે કે જ્યા સુધી ગાંધી પરિવાર છે ત્યા સુધી એક પણ રાષ્ટ્રભક્ત જીતવા નહીં દે.

જેની નસમાં હિંદુસ્તાનનું લોહી વહેતું હોય તે પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવે
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આપણે કોઈ પણ ધર્મ અથવા સમુદાયના હોઈએ, જેના દિલમાં હિંદુસ્તાન વસેલુ હોય. જેની નસમાં હિંદુસ્તાનનું લોહી વહેતુ હોય, એ હિંદુસ્તાની પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવી શકે. એટલે જ આજે જનતાને કહેવા આવી છું કે, જે યાત્રામાં નિકળ્યાં છે એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે આવુ દુસ્સાહસ ગુજરાત અને ઉત્તર ભારતની જનતા સહન નહી કરે.
જય શ્રી રામનું નામ જેમના કંઠથી નિકળ્યો એમને કહેવા માંગુ છું, કે બહુ ગર્વથી જય શ્રી રામનું નામ લેવા માટે આ દેશમાં લાખોએ એમનો જીવ ત્યાગ્યો છે. એક કોંગ્રેસ એવી પણ જેનું નામ પશ્ચિમ બંગાળ ત્રિણમુલ કોંગ્રેસ છે. ત્યાં જો જય શ્રી રામના નારા લગાવવામાં આવે તો ખુલ્લા ખેતરમાં ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે છે. મીડિયાના મિત્રો ઉપસ્થિત છે. આ જનતા જનાર્દન સમજદાર છે. યુટ્યુબ અને ફેસબુક ઉપર જઈને જોઈ શકે છે કે, પશ્ચિમ બંગાળમાં જો કોઈ મહિલા, સ્ત્રી ભગવો ઝંડો લઈને જય શ્રી રામ બોલે તો એના ઘરેથી, ગળીથી, ગામથી એને ઉપાડી લેવામાં આવે છે. એટલે આભાર માનો કે તમે ગુજરાતમાં છો એવું ગર્વથી કહી શકો છો.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈ પ્રહાર કર્યા
મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતીઓ જ કોંગ્રેસ અને આપના વિરોધમાં ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં ક્યારે પણ કોઈ બા ને ગાળ આપે તેવી સંસ્કૃતિ આપણે ત્યા નથી. ગુજરાતમાં જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ આજે પોતાની યાત્રામાં પાકિસ્તાન જિંદા બાદના નારાઓ લગાવ્યાં છે તેવી પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે. જો ગો હત્યારાને રાહુલ ગાંધી આર્શિવાદ આપે તો તેણે દેશને જવાબ આપવો પડે. જો તેની યાત્રામાં તે લોકો જોડાય છે જે ભારતની ભૂમિને ગંદી ધરતી કહે છે તો તેણે જવાબ દેવો પડશે. તેની યાત્રામાં કેટલાક એવા લોકો પણ છે જે ભારતના ટુકડા થશે તેવા નારા આપે છે અને તેની પાર્ટીના સ્ટાર પ્રચારક બને છે તો જવાબ ગાંધી પરિવારે આપવો જ પડશે. જે લોકોએ નર્મદાના પાણીથી વર્ષો સુધી ગુજરાતની જનતાને પાણીથી વંચિત રાખ્યું છે તેનું સમર્થન રાહુલ ગાંધી કરી રહ્યા છે.