અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં મધારાતે સભા કરી, સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા | In Amreli, Congress candidate Paresh Dhanani held a meeting at Rajkamal Chowk at Madharat, attacked the government.
અમરેલી7 મિનિટ પહેલા
અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગ રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી અને ચારે તરફ માનવ મેળા જેવો માહોલ સર્જી દીધો હતો જેના કારણે છેલ્લા દિવસોમાં અનેક સમીકરણો બદલાય રહ્યા છે અહીં મોડી રાતે જંગી સભામાં પરેશ ધાનાણી આક્રમણ તેવરમાં જોવા મળ્યા હતા અને ભાજપને આડે હાથે લીધા હતા અને પ્રહારો કર્યા હતા કોરોનાથી લઈ મોરબી સહિત ઘટનાઓ ને લઈ ભાજપ સામે પ્રહારો કર્યા હતા અહીં પરેશ ધાનાણી દ્વારા અગાવની ચૂંટણીઓ કરતા આ ચૂંટણીમાં વધારે સમર્થન માંગ્યુ વધુ લીડ આપવા માટેની અપીલ કરી હતી હાલ આ છેલ્લી ઘડીએ અમરેલીની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર કૌશીક વેકરીયા વચ્ચે સીધી ટક્કર થશે જ્યારે આ પરેશ ધાનાણી અમરેલીના રાજકીય ખેલાડી કહેવાય છે અને છેલ્લી રાતે અમરેલી શહેરમાં અંતિમ મોટી સભા યોજી માસ્ટર સ્ટ્રોક સર્જી દીધાનો ગણગણાટ શરૂ થયો છે.
અમરેલીમા પરેશ ધાનાણીએ અનેક દિગજોને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે
અમરેલી વિધાન સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અનેક લોકોને પરાજય અપાવ્યો છે. ભાજપના દિગજ નેતા પુરશોતમ રૂપાલા,દિલીપ સંઘાણી,બાવકુ ઊંધાડ સહિત લોકો અમરેલી બેઠક અગાવની ચૂંટણીઓમાં પરાજયનો સ્વાદ ચખાડવામાં સૌવથી આગળ રહ્યા છે.
Post a Comment