Tuesday, November 29, 2022

મોરબીમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર ચૂંટણી કામમાં વ્યસ્ત, અનેક કામ અટકી પડ્યા | The in-charge chief officer in Morbi was busy with election work, many works were stopped

મોરબી23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઝૂલતા પુલની દુર્ઘટના બાદ નગરપાલિકામાં અંધેર વહીવટ જેવી સ્થિતિ

વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મોરબીમાં નગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોની હાલત કફોડી બની છે. દિવાળી પર્વની રજા દરમિયાન ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના બની હતી. 135 લોકોનો ભોગ લેનારા અને દોષિતો પૈકી હજુ ઘણા બધા બહાર ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. બીજી તરફ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ તેમના સ્થાને ઇન્ચાજ ચીફ ઓફીસર તરીકે અધિક ક્લેક્ટર એન. કે. મુછારને નિયુક્ત કરવામાં આવ્યા છે.હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ હોય જેના કારણે અધિક ક્લેક્ટર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય જેથી તેઓ પાલિકાની કામગીરીમાં ધ્યાન આપી શકતા નથી.

ચીફ ઓફીસર તરીકે તેઓએ માત્ર વાહનોના ડીઝલ, લાઈટ બિલ, કર્મચારીઓના પગાર તેમજ અત્યંત જરૂરી હોય તેવા જ કામના બીલની ચૂકવણી કરતા હોય જેના કારણે મોરબી શહેર વિસ્તારમાં થયેલા કામના બાકી રહેલા પેમેન્ટ અટકી પડયાં છે. અલગ અલગ એજન્સીના પેમેન્ટ અટકી જવાના કારણે અનેક રૂટિન કામગીરીને પણ અસર પહોંચી છે.

એક તરફ ચૂંટણી માથે હોય જેનાં કારણે વિકાસ કામની ભૂતકાળમાં કોઈ કામ સમયસર પૂર્ણ ન થવાથી લોકો નારાજ હતા હવે આચાર સંહિતા પહેલા જે કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમજ જે કામગીરી દુર્ઘટના પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. તે પૈકી મોટા ભાગના કામના બીલની ચૂકવણી અટકી પડી છે .ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાઈ તેને એક મહિના જેટલો સમય થવા આવ્યો અને તે દિવસ બાદથી પેમેન્ટ અટકી પડ્યા છે.

પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની જરૂર
મોરબી નગર પાલિકા વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટી હોય જેના કારણે અનેક નાના મોટા વિકાસ કામો સતત ચાલતા હોય છે અને આ વિકાસ કામોના પેમેન્ટ સમયસર થવા અત્યંત જરૂરી હોય જો સમયસર થયેલા કામનું ચૂકવણું ન થાય તો તેની ગંભીર અસર થતી હોય છે. ચૂંટણીના માહોલમાં ઇન્ચાર્જ ચીફ ઓફીસર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય પાલિકામાં ધ્યાન આપી. શકતા ન હોવાથી મોરબી પાલિકા ધણી ધોરી વગરની બની ગઇ હોય તેવી હાલત બની છે.

અન્ય સમાચારો પણ છે…