Sunday, November 27, 2022

જૂનાગઢ શહેરની શાળામાં છાત્રોએ ઉમેદવારી નોંધાવી પ્રચાર કર્યો અને ચૂંટણી પણ લડયા | In a school in Junagadh city, students registered and campaigned and even contested elections

જૂનાગઢ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જૂનાગઢની કે.જી ચૌહાણ શાળા માં આયોજન કરવામાં આવ્યું હતું

સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.જી.સોલંકી પ્રા.કન્યા શાળા માં શાળાકીય પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને દેશની રાજકીય બાબત ની સમજ આપવા માટે વિધાનસભા 2022 ની ચૂંટણી નું આયોજન કરાયું હતું.

જેની તમામ પ્રક્રિયાઓ છેલ્લા આઠ દિવસથી વિદ્યાર્થીઓને શીખવવામાં આવી હતી શાળામા વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારોની નિયુક્તિ કરી અને ટિકિટ અપાઈ હતી. દરેક ઉમેદવાર ના એક પ્રક્રિયાઓના નિયમ હેઠળ રહીને પોતાના પક્ષનો પ્રચાર પણ કર્યો હતો આ સાથે 24 કલાક પહેલા આચારસંહિતા લાગુ પડી હોવાથી છેલ્લા બે દિવસથી પ્રચાર બંધ કરાયો હતો અને પછી શાળામાં ચૂંટણી બુથની વ્યવસ્થા કરી દરેક વિદ્યાર્થીઓને પોતાના પવિત્ર મતની કિંમત શું છે એ સમજાવી અને મત આપવા માટે શીખવવામાં આવ્યું હતું.

જેની તમામ પ્રક્રિયા ચૂંટણી પંચના આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે જ રીતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સર્વે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તકે શાળાના શિક્ષણ નિયામક મનસુખભાઈ એ હાજરી આપી હતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્ય નીતાબેન દવે ના માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષણ સ્ટાફની જહેમત ને પરિણામે આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: