Saturday, November 26, 2022

IND vs NZ 2nd ODI Weather: બીજી વન ડેથી ભારતીય ટીમ સીરીઝમાં કરશે બરાબરી કે વરસાદ બનશે વિલન?

ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વન ડેમાં 7 વિકેટથી હાર થઈ હતી. આ હારને ભૂલાવીને ભારતીય ક્રિકેટ ટીમ જીતવા માટે ઉતરશે. ચાલો જાણીએ બીજી વન ડે મેચ પહેલા પીચ અને વેધર રિપોર્ટ.

IND vs NZ 2nd ODI Weather: બીજી વન ડેથી ભારતીય ટીમ સીરીઝમાં કરશે બરાબરી કે વરસાદ બનશે વિલન?

IND vs NZ 2જી ODI હવામાન

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. ટી20 સીરીઝમાં જીત મેળવ્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ વન ડે સીરીઝ જીતવા માટે ઉતરી છે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વન ડેમાં હારી ચૂકી છે. 27 નવેમ્બરે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન ડે મેચોની સીરીઝની બીજી મેચ રમાશે. શિખર ધવનના નેતૃત્વવાળી ભારતીય ક્રિકેટ ટીમ સીરીઝમાં વાપસી કરવા માટે કાલે મેદાન પર ઉતરશે. ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વન ડેમાં 7 વિકેટથી હાર થઈ હતી. આ હારને ભૂલાવીને ભારતીય ક્રિકેટ ટીમ જીતવા માટે ઉતરશે. ચાલો જાણીએ બીજી વન ડે મેચ પહેલા પીચ અને વેધર રિપોર્ટ.

ભારતીય ક્રિકેટ ટીમે 123 કિમી બસમાં જ યાત્રા કરીને બીજી વન ડે માટે હેમિલ્ટન પહોંચી છે. ભારતીય ક્રિકેટ ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવે તે પહેલા આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. મળતી માહિતી અનુસાર આ મેચ દરમિયાન હેમિલ્ટનનું તાપમાન 16થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહશે. સાથે આ મેચમાં વરસાદની પણ સંભાવના છે.

બીજી મેચ માટે પિચ રિપોર્ટ

હેમિલ્ટનના સેડન પાર્કની પીચ બેટિંગ માટે અનુકૂળ હોવા માટે જાણીતી છે. રવિવારે પણ આ જ દ્રશ્ય રહેવાની શક્યતા છે. જો કે, વાદળછાયા વાતાવરણ અને હળવો ઝરમર વરસાદ બીજી વનડેમાં સીમર્સ બોલરને ચોક્કસપણે મદદ કરશે.

બીજી મેચ માટે વેધર રિપોર્ટ

હેમિલ્ટનનું હવામાન રવિવારે મોટે ભાગે વાદળછાયું રહેવાની ધારણા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન ડે મેચ દરમિયાન વરસાદ પડવાની ધારણા છે કારણ કે વરસાદની 94 ટકા શક્યતા છે. મેચના દિવસે પવનની ઝડપ 15 કિમી/કલાકની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોઈ શકે છે. ભેજનું પ્રમાણ લગભગ 85 ટકા રહેવાની આગાહી છે.

ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (C), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (WK), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, માઈકલ બ્રેસવેલ, જેમ્સ નીશમ

ભારતની ટીમઃ શિખર ધવન (C), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (WK), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા, કુલદીપ યાદવ, દીપક ચહલ