Junagadh : જૂનાગઢમાં ઝેરી પીણું પીધા બાદ બેના મોત, આ પદાર્થ લઠ્ઠો ન હોવાનો એસપીનો ખુલાસો
બે વ્યક્તિના મોત ઝેરી પીણું પીવાને કારણે થયા છે તે પદાર્થ લઠ્ઠો નથી. એસ.પી.એ જણાવ્યું હતું. ગત સાંજે રિક્ષા ચાલકોના શંકાસ્પદ હાલતમાં મોત થતા મૃતકોના મોત અંગે સૌ પ્રથમ લઠ્ઠાકાંડની શંકા જાગી હતી . જોકે પોસ્ટમોર્ટમ (Postmortem) રિપોર્ટમાં ખુલાસો થાત આ શંકા પાયા વિહોણી સાબિત થઈ હતી.
જૂનાગઢના એસપી રવિતેજા વાસમશેટ્ટીનો મૃતકો અંગે ખુલાસો
જૂનાગઢમાં ગત સાંજે ઝેરી પીણું પીધા બાદ બે લોકોનાં મોતની ઘટના બની હતી.આ ઘટનામાં જૂનાગઢના એસ.પી. રવિતેજા વાસમશેટ્ટીએ ખુલાસો કર્યો છે કે જે બે વ્યક્તિના મોત ઝેરી પીણું પીવાને કારણે થયા છે તે પદાર્થ લઠ્ઠો નથી. એસ.પી.એ જણાવ્યું હતું કે મૃતકોના FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ઝેરી પીણું પીધા બાદ મોતને ભેટેલા બંને વ્યક્તિ રિક્ષા ચાલક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
ગુજરાતના જૂનાગઢમાં ઝેરી પીણું પીતા ગત સાંજે બે વ્યક્તિના મોત થયા હતા. જૂનાગઢના ગાંધી ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ પર આ ઘટના બની હતી. જેમાં બે વ્યકિતના શંકાસ્પદ સ્થિતિમાં મોત સામે આવ્યા હતા.
ઝેરી પ્રવાહી પીવાથી બે મૃત્યુ પામ્યા; FSL રિપોર્ટ સૂચવો #જુનાગઢ #ગુજરાત #TV9ન્યૂઝ pic.twitter.com/g41TBBlJsG
— ટીવી9 ગુજરાતી (@tv9gujarati) નવેમ્બર 29, 2022
ગત સાંજે રિક્ષા ચાલકોના શંકાસ્પદ હાલતમાં મોત થતા મૃતકોના મોત અંગે સૌ પ્રથમ લઠ્ઠાકાંડની શંકા જાગી હતી . જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થાત આ શંકા પાયા વિહોણી સાબિત થઈ હતી. નોંધનીય આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે તેમને અંદર જવા દેવામાં આવ્યા નહોતા. મૃતકોના મૃતદેહોને એફ.એસ.એલ. અને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા અને ઘટના લઠ્ઠાકાંડ હોવાની ચર્ચાએ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Post a Comment