MEIL બનાવશે મંગોલિયાની પહેલી તેલ રિફાઈનરી, ભારત સરકારની મદદથી થશે તેનું નિર્માણ

આ પ્રોજક્ટ ભારત સરકારના વિદેશ મંત્રાલયની એક ખાસ પહેલનો ભાગ છે. મંગોલિયામાં આ રિફાઈનરી ભારત સરકાર તરફથી આપવામાં આવતી લાઈન ઓફ ક્રેડિટની મદદથી તૈયાર કરવામાં આવશે.

MEIL બનાવશે મંગોલિયાની પહેલી તેલ રિફાઈનરી, ભારત સરકારની મદદથી થશે તેનું નિર્માણ

MEIL મંગોલિયાની પ્રથમ ઓઇલ રિફાઇનરી બનાવશે

ભારતની પ્રમુખ ઈન્ફ્રા કંપની મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ દ્વારા મંગોલિયામાં પહેલી તેલ રિફાઈનરી બનાવવામાં આવશે. આ કંપનીને મંગોલ રિફાઈનરી પ્રોજક્ટ તરફથી અધિકૃતતાનો પત્ર મળી ગયો છે. કંપની ઈપીસી ડીલ એટલે કે એન્જીનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ડીલ અનુસાર નવી રિફાઈનરીનું નિર્માણ કરશે. આ પ્રોજક્ટ ભારત સરકારના વિદેશ મંત્રાલયની એક ખાસ પહેલનો ભાગ છે. મંગોલિયામાં આ રિફાઈનરી ભારત સરકાર તરફખી આપવામાં આવતી લાઈન ઓફ ક્રેડિટની મદદથી તૈયાર કરવામાં આવશે.

શું છે આ આખો પ્રોજેક્ટ?

મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેેડે જાણકારી આપી છે કે કંપની ઓપન આર્ટ યૂનિટ્સ, યૂટિલિટિધ, પ્લાન્ટની બિલ્ડિંગ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટનું નિર્માણ કરશે. તેનો ખર્ચ લગભગ 79 કરોડ ડોલર હશે. કંપની દ્વારા મળતી માહિતી અનુસાર આ પ્રોજક્ટના નિર્માણમાં સૌથી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. 2 સરકાર વચ્ચેની ભાગીદારીવાળો આ પ્રોજક્ટના મેનેજમેન્ટ એન્જીનિયરિંગ ઈન્ડિયા લિમિટેકને મળ્યો છે.

કંપનીનું અનુમાન છે કે આવનારા સમયમાં આ પ્રોજક્ટ ક્ષેત્રમાં મોટી સંખ્યમાં લોકોને રોજગાર મળશે. તેની આસપાસના ઉદ્યોગને પણ સહારો મળશે, જેનાથી મંગોલિયાની અર્થવ્યવસ્થા પર અસર પડશે. કંપનીનું માનવુ છે કે આ પ્રોજેક્ટથી બે દેશો વચ્ચેના સંબંધ વધારે સારા થશે. સાથે સાથે હાઈડ્રોકાર્બન સેક્ટરમાં કંપનીના વિસ્તાર પર ઘણી સારી અસર પડશે. આ પ્રોજેક્ટ પૂરો થતા જ તેલ ક્ષેત્રમાં મંગોલિયા આત્મનિર્ભર બનશે અને આયાત થતા તેલ પરની તેની નિર્ભરતા ઘટશે. હાલમાં આ દેશ રશિયા પાસેથી મળતા તેલનો ઉપયોગ કરે છે.

20 દેશમાં છે MEILના પ્રોજેક્ટ

વર્ષ 1989માં એક ફેબ્રિકેશન યૂનિટથી શરુઆત કરનાર MEIL કંપની હાલમાં દેશની ટોપ ઈન્ફ્રા કંપની છે. આ કંપની હાલમાં તેલ, ગેસ, સંરક્ષણ , ટ્રાન્સપોર્ટ, પાવર, ટેલીકોમ, સિંચાઈ પ્રોજેક્ટ અને પીવાના પાણીથી જોડાયેલા પ્રોજેક્ટ પર કામ કરે છે. આ કંપની ભારતના ઘણા રાજ્યો સહિત દુનિયાના 20 દેશમાં ઉપસ્થિત છે.

أحدث أقدم