MS ધોનીએ જીમમાં બતાવ્યું પોતાનું બોડી, બાઈસેપ્સ જોઈને લોકોની આંખો પહોળી થઈ

થોડા દિવસો પહેલા ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ધોની નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ધોની હજુ પણ આઈપીએલ રમી રહ્યો છે અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન છે.

MS ધોનીએ જીમમાં બતાવ્યું પોતાનું બોડી, બાઈસેપ્સ જોઈને લોકોની આંખો પહોળી થઈ

એમએસ ધોનીએ જીમમાં બતાવ્યું પોતાનું બોડી

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

ભારતીય કેપ્ટનમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની શાનદાર ફિટનેસ માટે આજે પણ જાણીતો છે. વધતી જતી ઉંમરની સાથે ફિટનેસ પર તેની અસર ક્યારેય જોવા મળી નથી. ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ આઈપીએલમાં આજે પણ રમે છે અને પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે.

ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જીમમાં પોતાની શાનદાર બોડી સાથે જોવા મળ્યો હતો. આ ફોટોમાં ધોનીના બાઈસેપ્સ જોવા લાયક છે. ફોટોમાં ધોની પોતાના એક ચાહકને બેટ પર ઓટોગ્રાફ આપતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં થોડા સમય પહેલાનો હોવાનું માનવામાં આવે છે કારણ કે, તેમાં ધોનીની હેરસ્ટાઈલ પણ નવી છે. ધોનીના આ ફોટો પર ચાહકો તેની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે.

પ્રેક્ટિસ પર આપી રહ્યા છે ધ્યાન

થોડા દિવસો પહેલા ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ધોની નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ધોની હજુ પણ આઈપીએલ રમી રહ્યો છે અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. આઈપીએલની તૈયારી ધોનીએ અત્યારથી જ શરુ કરી દીધી છે. તે હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં ઝારખંડ રાજ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં બેટિગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

ધોની આઈપીએલની શરુઆતથી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. તેની કેપ્ટનશીપમાં આ ફ્રેન્ચાઈઝીએ 4 વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામ કર્યો હતો. ગત્ત વર્ષે ધોનીએ સીઝન પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચેન્નાઈનું સીઝનમાં પ્રદર્શન સારું રહ્યું ન હતુ અને જાડેજાએ અધવચ્ચે જ કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ ધોનીએ કેપ્ટનની કમાન સંભાળી હતી.

કદાચ છેલ્લી IPL હશે

IPL-2023 એક ખેલાડી તરીકે ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે. કોવિડ પછી ગયા વર્ષે ભારતમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોનીને એક મેચ દરમિયાન આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું આ IPL તેની છેલ્લી IPL હોઈ શકે છે, તો ધોનીએ કહ્યું હતું કે જો તે ચેન્નાઈમાં રમ્યા વિના IPLને અલવિદા કહે છે તો તે ફેન્સ સાથે ખોટું થશે.

أحدث أقدم