અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
શેર માટીની ખોટ માટે કેટલીય બાધા આખડી રાખતા હોય છે. ઘરે પારણું બંધાય તે માટે કેટલાય ડોક્ટરો પાસે દવા કરાવતા હોય છે. ત્યારે મોડાસાના સબલપુર પાસે ગટરમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતુ. જેને લઈ સમગ્ર મોડાસા પંથકમાં ભારે રોષ સાથે ફિટકાર વરસી રહ્યો છે.

કકડતી ઠંડીમાં પોતાનું પાપ છુપાવવા બાળકનો ત્યાગ કર્યો
મોડાસાના સબલપુર વિસ્તારમાં ગટરમાં એક નવજાત બાળકના રડવાનો અવાજ રિક્ષાચાલકને સંભળાયો હતો. જેથી જઈને જોયું તો તાજું જન્મેલું બાળક હતુ. રિક્ષાચાલકે તરત જ બાળકને હાથમાં લઇ મોડાસા ટાઉન પોલીસને જાણ કરી હતા. મોડાસા ટાઉન પોલીસે ઘટના સ્થળ પર જઈ નવજાત શિશુને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયું અને મોડાસા શહેરના તમામ મેટરનીટી હોસ્પિટલમાં બાળક મૂકી ફરાર થનાર માતા અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે આવી કકડતી ઠંડીમાં પોતાનું પાપ છુપાવવા જન્મ લેનાર નિર્દોષ બાળક બિનવારસી છોડી દેનાર માટે સમગ્ર મોડાસા પંથકમાં ભારે રોષ સાથે ફિટકાર વરસી રહ્યો છે.