Sunday, November 27, 2022

જામનગરના બેડ તથા સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું | A notice was issued for vehicles passing through Jamnagar's Bed and Soyal toll roads

જામનગર20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેરને મળેલી સતાની રૂએ હુકમ કરેલ છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલી નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારે નક્કી કરેલો ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.
​​​​​​​હુકમનો ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર
વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલીકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલીકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર તા.21-01-2023 સુધી પ્રતિબંધ ફરમાવેલો છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે. સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલો હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાની જોગવાઈ લાગુ પડશે નહી તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: