Sunday, November 27, 2022

જામનગરમાં અડધો કિલો ગાંજા સાથે વૃદ્ધ ઝડપાયા | An old man was caught with half a kilo of ganja in Jamnagar

જામનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગુનો નોંધી આરોપીની અટકાયત, પુછપરછ સાથે તપાસ
  • એસઓજીએ માદક પદાર્થનો જથ્થો કબજે કર્યો

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના અડધો કિલો જથ્થા સાથે વૃધ્ધને પકડી પાડયો હતો.પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પકડાયેલા શખસની સધન પુછતાછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ બી.એન. ચાૈધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી . પરમારના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના અરજણભાઇ કોડીયાતર અને સોયબ મકવા સહિતની ટીમને શંકર ટેકરી વિસ્તારમાં પાણીાના ટાંકા પાસે એક રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો વેચાણના ઇરાદે સંગ્રહ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે અલી આમદભાઇ બ્લોચના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

જે તલાશી વેળા અંદરથી માદક પદાર્થ ગાંજાનો 500 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ. પાંચ હજારની કિંમતનો ગાંજો સહીત રૂ. 8,260નો મુદામાલ કબજે કર્યો હતો અને એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગાંજાનો જથ્થો કયાંથી લવાયો છે? સહિતની બાબતનો તાગ મેળવવા માટે પોલીસે પકડાયેલા શખસની સધન પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: