Wednesday, November 16, 2022

On This Day: સચિન સાથે દેશ રડ્યો, નિવૃત્તિ બાદ ચાહકોને ભાવુક કરી દીધા જુઓ Video

16 નવેમ્બર 2013 સચિન (Sachin Tendulkar)ની કારકિર્દીનો છેલ્લો દિવસ હતો. મુંબઈ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને પછી સચિને નિવૃત્તિ લીધી.

On This Day: સચિન સાથે દેશ રડ્યો, નિવૃત્તિ બાદ ચાહકોને ભાવુક કરી દીધા જુઓ Video

On This Day: સચિન સાથે દેશ રડ્યો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

16 નવેમ્બરની આ એ તારીખ છે જે દિવસે આખો દેશ રડ્યો હતો. આ તારીખે કરોડો ચાહકોની આંખોમાં આસું આવ્યા હતા કારણ કે, આ દિવસે ક્રિકેટના ભગવાને 70 ગજના મેદાન પર ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. વાત થઈ રહી છે.સચિન તેંડુલકરની જેમણે આજના દિવસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ જે સચિનની હોમ પીચ હતી અને અહિ ટીમ ઈન્ડિયાની જીત સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટની સફર પૂર્ણ થઈ હતી.

સચિન તેંડુલકરે પોતાની ઈનિગ્સમાં 75 રન બનાવ્યા હતા વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ તેમણે શાનદાર બેટિંગ કરી આ મેચમાં ઈન્ડિયાની 126 રનથી જીત થઈ હતી પરંતુ ભારતની જીત બાદ સચિનની આંખોમાં આસું આવ્યા હતા. સચિનનું ઈન્ટરનેશનલ કરિયર ભારતની જીત સાથે પૂરી થઈ હતી. સચિને પોતાની છેલ્લી મેચ બાદ એક સ્પીચ આપી જેને સાંભળી સ્ટેડિયમમાં બેસેલા ચાહકો ભાવુક થયા હતા. ટીવી પર આ પળ જોઈ ચાહકોની આંખોમાં આસું આવ્યા હતા. ચાલો જોઈએ તેની છેલ્લી સ્પીચ શું હતી

સચિન સાથે રડ્યો આખો દેશ

સચિન તેેંડુલકરે તેની છેલ્લી સ્પીચમાં કહ્યું મે મારી આખી જીંદગી અહિ પસાર કરી છે. એ વિચારવું મુશ્કિલ છે કે, શાનદાર સફળનો અંત થઈ રહ્યો છે. હું વાંચીને બોલવાનું પસંદ કરતો નથી પરંતુ આજે મે એ લોકો માટે લિસ્ટ બનાવી છે. જેનો મારે આભાર માનવો છે, સૌથી પહેલા મારે મારા પિતાનું નામ લેવું છે. જેનું નિધન 1999માં થયું હતુ, તેની મહેનતથી આજે હું તમારી સામે ઉભો છું તેણે કહ્યું હતુ કે, સપનાની પાછળ ભાગો અનેક મુશ્કિલીઓ આવશે પરંતુ હાર ક્યારે પણ ન માનવી. આજે તેની ખુબ યાદ આવે છે. મે જ્યારે ક્રિકેટ રમવાનું શરુ કર્યું તો તેમણે મારા માટે પ્રાર્થના કરી

ભાઈના કારણે ક્રિકેટર બન્યો સચિન

સચિને પોતીની છેલ્લી સ્પીચમાં પોતાના મોટા ભાઈ અજીત તેડુલકરનો આભાર માન્યો તેણે કહ્યું મારા ભાઈએ મારા માટે પોતાનું કરિયર દાવ પર લગાવ્યું હતુ. ત્યારબાદ સચિને પત્ની અજંલીનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું મિત્રો અને એ ડોક્ટરોનો પણ આભાર જેમણે મને ફિટ રાખવા માટે ખુબ મહેનત કરી હતી. મારા તમામ ચાહકોનો આભાર જે દેશના ખુણે ખુણેથી તેની મેચ જોવા આવતા હતા.આ સાથે તેણે કહ્યું, એક જ વાત જે મારા કાનમાં છેલ્લા શ્વાસ સુધી ગુંજતી રહેશે તે છે સચિન-સચિન.

Related Posts: