ભાજપમાં ઉમેદવારોની જાહેરાતને લઇને કવાયત તેજ , દિલ્હીમાં PM મોદીની હાજરીમાં મળશે ચૂંટણી સમિતિની બેઠક

Gujarat Election 2022: આવતીકાલે એટલે કે બુધવારે સાંજે 6 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપ ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહેશે. આ બેઠકમાં ઉમેદવારોના નામો પર મોહર લાગી શકે છે.

કિંજલ મિશ્રા

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 08, 2022 | 11:56 p.m

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી ફાઈનલ કરવા ભાજપમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. બુધવારે   સાંજે 6 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપ ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહેશે. આ પહેલા દિલ્લીમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ અપાયો હતો. કોર કમિટીની બેઠક બાદ તમામ નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે પહોંચ્યા હતા.જ્યાં ઉમેદવારોની યાદીને લઈ ભાજપ અધ્યક્ષને માહિતગાર કરાયા હતા. ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.

બુધવારે સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર લાગી શકે છે. જેને લઈને આજકાલમાં ભાજપ ઉમેદાવારોની યાદી જાહેર કરી શકે છે. જો કે ભાજપમાં કોને ટિકિટ મળશે તેને લઈને હજુ કોઈ પત્તા ખોલવામાં આવ્યા નથી. પ્રથમ 50 નિશ્ચિત મનાતા નામોમાં કેટલાક ઉમેદવારોના નામ રિપીટ કરાય તેવી શક્યતા છે. છે. તો કેટલાક દિગ્ગજ નેતાઓના નામ છે. CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી,આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, ગ્રામ વિકાસપ્રધાન અર્જુનસિંહ ચૌહાણ, વનપ્રધાન કિરીટસિંહ રાણા, શિક્ષણપ્રધાન જીતુ વાઘણી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલને રિપીટ કરી શકાય છે. તો દેવા માલમ, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, આર. સી. મકવાણા, મનીષા વકીલ, નીમિષા સુથાર સહિતના મંત્રીઓને પણ રિપીટ કરવામાં આવશે.

Previous Post Next Post