નવસારીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ, મોડલ મતદાન મથક સાથે સખી, દિવ્યાંગ અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા | Preparations for maximum polling in Navsari, Sakhi, Divyang and eco-friendly polling booths along with model polling booths have been constructed.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Preparations For Maximum Polling In Navsari, Sakhi, Divyang And Eco friendly Polling Booths Along With Model Polling Booths Have Been Constructed.

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણને હવે થોડા કલાકો રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એની તૈયારીઓ આરંભી છે. જેમાં જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં કુલ 1 હજાર 147 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી વિવિધ થીમ ઉપર કુલ 40 વિશેષ મતદાન મથકો પણ તૈયાર કર્યા છે. જેમાં દરેક વિધાનસભામાં 1-1 સુવિધાયુક્ત મોડલ મતદાન મથક બનાવવામાં આવ્યુ છે.

નવી ત્રણ થીમ ઉપર મતદાન મથકો બનાવાયાં
175 – નવસારી વિધાનસભામાં વોર્ડ નંબર 13માં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં બુથ નંબર 84ને મોડલ મતદાન મથક બનાવ્યું છે. અહીં મતદાન કરવા આવતા મતદારોને બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવા સાથે સુશોભિત કરવામાં આવ્યું છે. અહીં આવતા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે એની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે બનાવેલા ચિત્રોની પ્રદશની પણ કરવામાં આવી છે. જેની સાથે જિલ્લામાં નવી ત્રણ થીમ ઉપર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક બેઠકમાં મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સાત સખી મતદાન મથકો બનાવાયા છે. જેમાં મતદાન મથકોનું સંચાલન મહિલાઓ જ કરશે.

4 દિવ્યાંગ મતદાન મથકો તૈયાર
એ જ રીતે ચારેય વિધાનસભાઓમાં 4 દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કર્યા છે. જેમાં દિવ્યાંગ કર્મચારીઓ જ મતદાન પ્રક્રિયા કરાવડાવશે. જ્યારે મતદારોમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચે, એ માટે જિલ્લામાં 4 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા છે. વન વિભાગ અને GPCB દ્વારા વાંસ, ઘાસ અને ફૂલોથી સુશોભિત આ મતદાન મથકોમાં આવતા જ મતદારો શુદ્ધ વાતાવરણનો અનુભવ કરશે. આ મતદાન મથકોમાં નો પ્લાસ્ટિકનો સંદેશ આપી, મતદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રેરિત કરાશે. જિલ્લામાં દસ લાખથી વધુ મતદારો 1 લી ડિસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાવિ જનપ્રતિનિધિનું ભવિષ્ય ઇવીએમમાં કેદ કરશે. જિલ્લા કલેક્ટરે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા સાથે નવસારી મતદાન ટકાવારીમાં પણ પ્રથમ હરોળમાં આવે એવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

أحدث أقدم