FIFA World cup 2022 Qatar vs Netherlands match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કતારની ટીમ આ યાદીમાં 50માં સ્થાને છે, જ્યારે નેધરલેન્ડની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
આજે કતારના અલ બયાત સ્ટેડિયમમાં આજે કતાર અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Aની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 33મી મેચ હતી.બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. મેચના પ્રથમ હાફમાં નેધરલેન્ડની ટીમ 1-0થી મેચમાં આગળ હતી. બીજા હાફના અંત સુધીમાં નેધરલેન્ડની ટીમે કતાર સામે 2-0નો સ્કોર કરીને આ મેચમાં જીત મેળવી હતી. નેધરલેન્ડની ટીમ આ જીત સાથે 7 પોઈન્ટ સાથે ગ્રુપ Aમાં પ્રથમ સ્થાન મેળવીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. યજમાન ટીમ કતાર સતત 3 હાર સાથે આ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કતારની ટીમ આ યાદીમાં 50માં સ્થાને છે, જ્યારે નેધરલેન્ડની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.
કતારની ટીમ તેની પ્રથમ મેચ ઈકવાડોર સામે 0-2થી હારી હતી, જ્યારે બીજી મેચમાં સેનેગલ સામે 1-3થી હાર મળી હતી. નેધરલેન્ડની ટીમ પ્રથમ મેચમાં સેનેગલ સામે 2-0થી જીતી હતી, જ્યારે બીજી મેચમાં ઈકવાડોર સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી.
ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 34 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. પોર્ટુગલ અને બ્રાઝિલની ટીમ પણ ફિફા વર્લ્ડકપ 2022ની પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આ વર્લ્ડકપનો ચાર મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો. ઘાનાની ટીમે સાઉથ કોરિયાની ટીમને 3-2થી હરાવીને ચોથો મોટો અપર્સેટ સર્જયો હતો.
આજે એક સાથે 2 મેચ કેમ ?
જણાવી દઈએ કે આજે ગ્રુપ Aની ચારે ટીમો વચ્ચે છેલ્લી મેચો એકસાથે રમાઈ હતી. એક મેચ નેધરલેન્ડસ અને કતાર વચ્ચે જ્યારે બીજી મેચ સેનેગલ અને ઈકવાડોર વચ્ચે ભારતીય સમય અનુસાર 8.30 વાગ્યે શરુ થઈ હતી. ચારે ટીમો પોઈન્ટ ટેબલને જોઈને પોતાની રમત ન રમે અને ફિફા વર્લ્ડકપમાં ફેરપ્લે થાય તેવા માટે આવી તમામ ગ્રુપની છેલ્લી મેચો એક સમય પર જ રમાઈ હતી.
આ હતી બંને ટીમો
📄 અહીં કેવી રીતે છે #NED અને #QAT લાઇન અપ કરશે!#FIFAWorldCup | #કતાર2022
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) નવેમ્બર 29, 2022
📸 ટુકડીની તસવીરો pic.twitter.com/iYchSAajf6
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) નવેમ્બર 29, 2022
અંદર #NED અને #QAT ડ્રેસિંગ રૂમ 👀👕#FIFAWorldCup | #કતાર2022 pic.twitter.com/VGTMIEzr3F
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) નવેમ્બર 29, 2022
ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.
ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો
ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા
ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ
1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974