Stand-up કોમેડિયન વીર દાસ અને Netflix સામે મુંબઈમાં દાખલ કરાઈ FIR

[og_img]

  • કોમેડિયન વીર દાસની મુશ્કલીઓ વધી
  • બેંગલુરુ બાદ મુંબઈમાં પણ દખલથી FIR
  • મુંબઈ પોલીસે દાખલ કરી કોપીરાઈટની ફરિયાદ

Stand-up કોમેડિયન વીર દાસની મુશ્કલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. બેંગલુરુ બાદ હવે મુંબઈમાં પણ કોમેડિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક ન્યુઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસે વિર દાસ, અન્ય 2 શખ્સો અને ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ Netflix સામે કોપીરાઈટ નિયમોના ઉલ્લંઘનના આરોપોને લઈને FIR દાખલ કરી છે.

કફ પરેડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે મુંબઈના જાણીતા થિયેટર પ્રોડ્યુસર અશ્વિન ગીડવાનીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ઓક્ટોબર 2010માં તેમની કંપનીએ વિર દાસ સાથે એક શો બનાવવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જાન્યુઆરી 2020માં જયારે ગીડવાનીએ વિર દાસના એક શોનો પ્રોમો Netflix પર જોયો, ત્યારે પ્રોડ્યુસરને ખ્યાલ આવ્યો કે આ શોમાં તેમના વર્ષ 2010ના શો માંથી કેટલોક ભાગ અનધિકૃત રીતે કોપી કરવામાં આવ્યો છે. 

أحدث أقدم