Header Ads

તાપી જિલ્લા પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યુ | Tapi district police personnel voted using postal ballot paper

વ્યારા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા હતા

તાપી જિલ્લાની 171 વ્યારા અને 172 વિધાનસભા મત ક્ષેત્ર વિસ્તારમાં મતદાનના દિવસે વિવિધ કર્મચારીઓ ફરજ બજાવવાની હોય જેને લઈને તેમના મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરાતી હોય છે. જે અંતર્ગત વ્યારા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા હતા.

જે અંતર્ગત 452 જેટલા પોલીસ કર્મીઓએ વ્યારા ખાતે બેલેટ મતદાન કર્યું હતું. જયારે 172 વિધાનસભા મત વિસ્તાર માટે સોનગઢ તથા ઉકાઇ પોલીસ કચેરી ખાતે યોજાયેલ પોસ્ટલ બેલેટ મતદાનમાં 18 પોલીસ કર્મીઓ 86 હોમગાર્ડ અને253 જીઆરડી મળી કુલ-360 પોલીસ કર્મીઓ પોસ્ટલ મતદાન કર્યું હતું.

વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે તાપી જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં કુલ 1418 પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.