Thursday, November 10, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Team India ની હારને લઈ વિદેશી ખૂબસૂરત ફેન્સનુ તૂટ્યુ દિલ, વિરાટ કોહલીને સપોર્ટ કરવા આવી હતી સ્ટેડિયમ
નવે 10, 2022 | 11:07 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: અવનીશ ગોસ્વામી
નવે 10, 2022 | 11:07 p.m
T20 વર્લ્ડ કપમાં ભારતની સફર પૂરી થઈ ગઈ છે. સેમિફાઇનલમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે પરાજય થયો હતો. આ હારથી સરહદ પારથી આવેલી સુંદરીનું દિલ પણ તૂટી ગયું છે.
ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીની જબરી ફેન અફઘાનિસ્તાનની વજમા અયુબી ભારતની હારથી ખૂબ જ દુખી છે. મેચની શરૂઆત પહેલા જ તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલી પોતાની એક ફોટો શેર કરી હતી.
ટીમને પ્રોત્સાહિત કરતા વજમાએ ટ્વીટ કર્યું કે સ્વીકારો કે આ પરીક્ષા મોટી છે, પરંતુ આખું ભારત અને અફઘાનિસ્તાન તમારી પાછળ ઊભું છે. ફરી એકવાર, અમને ફરીથી 2007 નો આનંદ આપો, વાદળી જર્સી.
વજમા એશિયા કપ દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં સ્ટેડિયમમાં જોવા મળી હતી, જે બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી હતી. એશિયા કપ દરમિયાન તે કોહલીને સપોર્ટ કરવા સ્ટેડિયમ પણ પહોંચી હતી.
28 વર્ષની વજમા દુબઈમાં રહે છે અને ફેશન લેબલ ચલાવે છે. તેની ઈચ્છા બોલિવૂડમાં પણ હાથ અજમાવવાની છે.