ઊના7 મિનિટ પહેલા
- કૉપી લિંક

- વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી ખેડૂતની અટક કરવામાં આવી
- ઊના પંથકનાં ડમાસા ગામની સીમ વિસ્તારની ઘટના
ઊનાના ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂતે ખેતરમાં પાકનું વાવેતર કર્યું હતું જેમાં જંગલી ભુંડ નુકસાન કરતા હોય જેથી ફાંસલો ગોઠવ્યો હતો. જેમાં રાત્રીના સમયે અચાનક દીપડી ફસાઇ જતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.
અને મહામુસીબતે ફાસલા માંથી બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી મળતી વિગત મુજબ,ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂત ભગવાનભાઇ લુંભાભાઇ વંશે પોતાના ખેતરમાં કપાસ, જવાર, ઘઉં, તલના પાકનુંવાવેતર કર્યું હતું તેમાં જંગલી ભુંડ આવી ચઢતા હોવાથી ત્રાસી ગયેલા હોય.
જેથી ખેડૂતે નજીક એક ક્લજના વાયરથી ફાંસલો બનાવ્યો હતો અને રાત્રીના સમયે દીપડી આવી ચઢતા અચાનક ફાંસલામાં ફસાઇ ગઈ હતી અને ભગવાનભાઇને અવાજ આવતા સ્થળ પર ગયેલ ત્યાં જોતા દીપડી ફાંસલામાં જોઇ ગભરાય ગયા હતા અને આ અંગેની જાણ વનવિભાગને થતાં જશાધાર રાઉન્ડના આરએફ ઓના માર્ગદર્શન હેઠળ વનવિભાગનો સ્ટાફ, વેટીનરી ડોક્ટર, ટ્રેકર સહીતની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને દીપડીને બેભાન કર્યા બાદ બહાર કાઢી પાંજરે પુરાઈ હતી.અને જશા ધાર એનિમલ કેર ખાતે લઈ જવાય હતી.
વનવિભાગના જણાવ્યા મુજબ આ દીપડી અંદાજે ચાર થી પાંચ વર્ષનીહોય તેને કોઇ ઇજા થઇ નથી સલામત રીતે ફાંસલા માંથી બહાર કાઢવામાં આવી છે અને ખેડૂત ભગવાન વંશની અટક કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રીમાંડ માંગતા ના મંજુર કરાયાં હતા અને જેલહવાલે કરવામાં આવેલ હતા.