Monday, November 28, 2022

ભાજપ,કૉંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ, જીત મેળવવા ઉમેદવારો કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર | Triangular war between BJP, Congress and AAP, candidates are campaigning heavily to win

પાટણ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહેવા પામ્યા છે. ત્યારે ભાજપનો ગઢ ગણાતી પાટણ વિધાનસભા બેઠક વર્ષ 2017મા પાટીદાર આંદોલન સહિતના મુદ્દાઓને લઇ કોગ્રેસે આંચકી લીધી હતી. ત્યારે હાલ 2022 ની વિધાનસભા ની ચૂંટણીમા કોગ્રેસ પાસેથી આચકી લેવા માટે ભાજપ પણ મેદાને આવ્યું છે. કોગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપ માંથી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીં લાલેશ ઠક્કરને ટિકિટ આપી છે.

પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી ને લઇ પ્રચાર પ્રસાર નો દોર ધમધમતો થવા પામ્યો છે અને ઉમેદવારો પણ ગ્રામ્ય વિસ્તાર ખૂંદી રહ્યા છે અને મતદારો ને રિઝવવા માટે ના પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે પાટણ વિધાનસભા મત વિસ્તારના કોગ્રેસ ના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમા પ્રચારના દોરને ગામે ગામ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કિરીટ પટેલ જણાવી રહ્યા છે. તો સાથે ભાજપ દ્વારા પાટણ બેઠક પર શિક્ષિત ઉમેદવાર મુકાયા છે પણ બહાર થી એટલેકે સ્થાનિક નથી મેં પાંચ વર્ષ લોકો ના કામ કર્યા છે, લોકો ના સંપર્ક મા રહ્યો છું આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કર્યું છે તો મતદારો નો માહોલ જોતા આ વખત 75 હજાર મત થી જીતીશ તેવો આશાવાદ વ્યક્ત કિરીટ પટેલે કર્યો.

પાટણ વિધાનસભા મત વિસ્તારમા ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઈ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા દિવસ અને રાત પ્રચાર પ્રસારનો દોર ધમધમતો બનાવ્યો છે. મતદારોને રીજવવા માટેના પ્રયાસો પૂરજોશમા જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા પાટણ વિધાનસભા મત વિસ્તારમા ગ્રામ્ય વિસ્તારમા મતદારો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા રોડ, રસ્તા, પાણી રોજગારી ના પ્રશ્નો સામે આવ્યા છે. તે તમામ પ્રશ્નોના નિકાલ કરવા પ્રયત્નો કરશું સાથે શહેરી વિસ્તારમા ટ્રાફિક, રિંગ રોડ, રોડ રસ્તા સરકારી કોલેજ, રોજગારી માટે ઔધોગિક જીઆઈડીસી સહિતની સમસ્યા છે જેનો નિકાલ કરવા રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…