હાલમાં જ ટ્વિટની બ્લુ ટિક માટે યુઝર્સ દ્વારા દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે તેવી જાહેરાત ટ્વિટરના નવા બોસ એલન મસ્કે કરી હતી. આ ખર્ચ દરેક દેશના યુઝર્સ માટે અલગ અલગ હશે. આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ભારતમાં ટ્વિટર બ્લુ સબ્સક્રિપ્શન માટે દર મહિને 719 રુપિયાનો ખર્ચ થશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો
ટ્વિટરના નવા બોસ બન્યા બાદ એલન મસ્ક કંપનીમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે. હાલમાં જ ટ્વિટની બ્લુ ટિક માટે યુઝર્સ દ્વારા દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે તેવી જાહેરાત ટ્વિટરના નવા બોસ એલન મસ્કે કરી હતી. આ ખર્ચ દરેક દેશના યુઝર્સ માટે અલગ અલગ હશે. આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ભારતમાં ટ્વિટર બ્લુ સબ્સક્રિપ્શન માટે દર મહિને 719 રુપિયાનો ખર્ચ થશે. આ પ્લાન મુજબ યુઝર્સને ફ્રીમાં વેરિફિકેશન બેઝ મળશે. ટ્વિટરની આ સેવા બ્રિટન, અમેરિકા સહિત અનેક દેશોમાં બુધવારથી શરુ થઈ ગઈ છે. અમેરિકા અને અન્ય દેશોમાં આ કિંમત 7.99 ડોલર એટલે કે 645 રુપિયા રાખવામાં આવી છે.
હવે ભારતમાં આ સેવા માટે યુઝર્સે દર મહિને 719 રુપિયા આપવા પડશે. ટ્વિટર બ્લૂને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવુ પડશે. ભારતમાં આ સેવા પહેલા આઈફોન યુઝર્સને મળશે. ત્યારબાદ ભારતના અન્ય યુઝર્સને આ સેવાનો લાભ મળશે. આ મહિના અંત સુધીમાં ભારતમાં ટ્વિટ બ્લુ સબ્સક્રિપ્શન બહાર પાડી દેવામાં આવશે.
ફ્રીમાં મળશે બ્લૂ ટિક
ટ્વિટર બ્લૂનું સબ્સક્રિપ્શન લેવાવાળા યુઝર્સને ફ્રીમાં બ્લુ ટિક મળશે. આ બ્લુ ટિક કોઈપણ તપાસ કે પ્રોસેસ વગર મળશે. એલન મસ્કનું કહેવુ છે કે, ટ્વિટ બ્લુ યુઝર્સને ઘણી સુવિધાઓ મળશે. ટ્વિટર પર તેમનું ટ્વિટને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે, તેમના ટ્વિટ વધારે લોકો સુધી પહોંચશે. તેની સાથે સાથે યુઝર્સને પોતાના ટ્વિટને એડિટ કરવાનો પણ વિકલ્પ મળશે.
એલન મસ્કે જ્યારે ટ્વિટર બ્લુના પ્લાનની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાની બહાર આ સેવાની કિંમત એ દેશના લોકો ખરીદીવાની શક્તિ પર નિર્ભર કરશે. ત્યારબાદ ભારતના યુઝર્સને લાગવા લાગ્યુ હતુ કે ટ્વિટર બ્લુની કિંમત 7.99 ડોલર એટલે કે 645 રુપિયાથી ઓછી હશે. પણ ભારતમાં આ કિંમત વધી છે.
વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓને આપવામાં આવ્યુ ઓફિશિયલ લેબલ
હાલમાં જ ભારતના વડાપ્રધાના મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને વેરિફાઈડ હેન્ડલમાં ઓફિશિયલ લેબલ આપવામાં આવ્યુ છે પણ થોડા સમય બાદ કંપની દ્વારા તેને હટાવી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ કંપની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ નવા ફીચરને એટલા માટે જોડવામાં આવ્યુ હતુ કે જેથી બ્લુ એકાઉન્ટ અને વેરિફાઈડ એકાઉન્ટ વચ્ચે અંતર સમજાવી શકાય. ટ્વિટર દ્વારા વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઘણા મંત્રીઓને પણ ઓફિશિયલ લેબલ આપવામાં આવ્યુ હતુ.