Friday, November 25, 2022

વડાપ્રધાનની સભામાં અજાણ્યું ડ્રોન દેખાતા દોડધામ, પોલીસ ત્રણ શખ્સોની કરી ધરપકડ | Unidentified drone spotted at Prime Minister's Bavla meeting, three men recording video; Police arrested

અમદાવાદ12 મિનિટ પહેલા

વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુરૂવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. વડાપ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી હતી. જ્યારે બાવળામાં સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન ઉડાનાર ત્રણ શખ્સ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન કબ્જે કર્યું છે. પોલીસ તપાસમાં ત્રણેય શખ્સ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હોવાનું સામે આવ્યું હતું.

વડાપ્રધાનની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું
વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુરૂવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. જેમાં એક બાવળામાં સભા હતી. પરંતુ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. ત્યારે અમદાવાદ ગ્રામ્યના એક પોલીસ કોન્સ્ટેબલ અનુપ સિંહ ભરતસંગે સભા સ્થળ નજીક માઇક્રોડ્રોન ચલાવતા કેટલાક શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે બાદ BDDS ટીમ દ્વારા ડ્રોનની ચકાસણી કરવામાં આવી છે.

ત્રણેય આરોપીઓની કલમ 188 હેઠળ ધરપકડ
પોલીસ દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી કે, આ ડ્રોન માત્ર શૂટિંગ માટે છે અને તેમાં ઓપરેટિંગ કેમેરા છે અને તેમાં કોઈ વિસ્ફોટક કે અને કોઈ હાનિકારક પદાર્થ નથી. જોકે, ત્રણેય શખ્સો પાસેથી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી ન હતી અને તેઓ ડ્રોન ચલાવી રહ્યા હતા ત્યારે તેઓ સભાની ઘેરાવા દીવાલની બહાર હતા. પરંતુ વડાપ્રધાનની સભા સ્થળ નજીક ડ્રોન ઉડાડતા ત્રણેય આરોપીઓની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે FIR નોંધવામાં આવી છે.

પોલીસની સઘન પૂછપરછ અને તપાસ
પોલીસ પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ જણાવ્યું હતું કે, સમાન્ય ફોટોગ્રાફી માટે આવ્યા હતા અને તેઓ જાણતા ન હતા કે આ વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધ છે. વ્યક્તિઓનો કોઈ પોલીસ રેકોર્ડ અથવા ગુનાહિત ઇતિહાસ નથી. જોકે, આ ત્રણેય શખ્સો કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠન સાથે જોડાયેલા ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટીએ ત્રણેય શખ્સોએ ડ્રોનનો ઉપયોગ કોઈ નુકસાન કરવા માટે કર્યો હોય તેવું લાગતું નથી, પરંતુ પોલીસે આ કેસમાં સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

વિસ્તારમાં “નો ડ્રોન ફ્લાઈંગ ઝોન” જાહેર
ઉલ્લેખનીય છે કે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વડાપ્રધાનની સભા નજીકના બે કિલોમીટરના વિસ્તારમાં “નો ડ્રોન ફ્લાઈંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં વડાપ્રધાનની ચૂંટણી સંદર્ભે જાહેર સભા દરમિયાન સભા સ્થળે ત્રણ વ્યક્તીઓ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા.

ધરપકડ કરેલા આરોપીઓ
નિકુલ રમેશભાઈ પરમાર, ઉંમર-24, રહે- ઓઢવ, અમદાવાદ.
રાકેશ કાળુભાઈ ભરવાડ, ઉંમર-35, રહે- ઓઢવ, અમદાવાદ
રાજેશકુમાર માંગીલાલ પ્રજાપતિ, ઉંમર-20, રહે- ઓઢવ, અમદાવાદ.

મિલકત જપ્ત
ડ્રોન નંબર-1

અન્ય સમાચારો પણ છે…

Related Posts: