Sunday, November 27, 2022

વડાપ્રધાન મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રિય મંત્રીઓ વિવિધ જગ્યાએ સભા ગજવશે | Union Ministers including Prime Minister Modi, CM Bhupendra Patel will hold meetings at various places

દ્વારકા19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. તેમજ 8 તારીખે મતગણતરી કરવામાં આવશે. જેને લઈ તમામ પાર્ટીઓએ પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. પોતાના ઉમેદવારને જીતાડવા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિતશાહ, પરષોતમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકોને મેદાન ઉતાર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ જગ્યાએ સભા ગજવશે. નેત્રંગ, ખેડા અને સુરતમાં વડાપ્રધાનની સભાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલમાં રોડ શો કરશે. 10 કિમી લાંબા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહેસાણામાં સભા ગજવશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર, લીંબડી અને બાપુનગરમાં જાહેર સભા ગજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ભાટિયામાં તેમજ સુરતના મોટા વરાછામાં સભા સંબોધશે. કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓને પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં આવી છે. જેથી ત્રિપાખીયો જંગ રાજ્યમાં જામી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતનાઓને પ્રચાર માટે ઉતાર્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે ત્રણ જગ્યાએ સભા ગજવશે. નેત્રંગ, ખેડા અને સુરતમાં વડાપ્રધાનની સભાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: