السبت، 12 نوفمبر 2022

Uunchai: જાણો ચડ્ડી-બડ્ડી મિત્રોના ગુપ્ત રહસ્યો, અનુપમ ખેર અને બોમન ઈરાનીએ અમિતાભ બચ્ચન વિશે કહ્યું...

ફિલ્મ ઉંચાઈ (Uunchai) રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ફેન્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની ડેન્ઝોંગપા, નીના ગુપ્તા અને પરિણીતી ચોપરાનું કામ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: નેન્સી નાયક

નવેમ્બર 12, 2022 | 9:45 p.m

ફિલ્મ ડાયરેક્ટર સૂરજ બડજાત્યાની ફિલ્મ ઉંચાઈ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો છે. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની ડેન્ઝોંગપા, નીના ગુપ્તા અને પરિણીતી ચોપરાએ આ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મની વાર્તા એકદમ ઈમોશનલ છે. મિત્રતાનું ઉદાહરણ આપતી આ ફિલ્મમાં આ સ્ટાર્સ એવું કામ કર્યું છે, જેને જોઈને દરેકની આંખો ભીની થઈ જશે.

અમિતાભ બચ્ચન વિશે વાત કરી

બોમન ઈરાની અને અનુપમ ખેર વાતચીત દરમિયાન કહે છે કે આ ફિલ્મમાં જેટલી ઉંચાઈ છે તેટલી જ જમીનમાં ઉંડાઈ પણ છે અને તેવી જ મિત્રતા અમારી છે. અમે ‘ઉંચાઈ’ના સેટ પર જોરદાર મસ્તી કરી હતી. અમિતાભ બચ્ચન વિશે વાત કરતા તેઓ કહે છે કે 31 વર્ષ પહેલા મેં અમિત જી સાથે આખરી રાસ્તા ફિલ્મ કરી હતી. તેમના કામ કરવામાં ત્યારે જે સ્ફુર્તિ અને શિસ્તતા હતી તે આજે પણ છે. તેમના કામ કરવામાં કોઈ ફેરફાર થયો નથી. આ ફિલ્મમાં નાનપણના મિત્રો હતા, તેથી અમે તેમની સાથે તે મજાક મસ્તી કરી શક્યા, જે રીયલ લાઈફમાં કરી શકતા નથી.

હું કોઈને પ્રભાવિત કરવા માંગતો નથી : સૂરજ બડજાત્યા

સૂરજ બડજાત્યા ટીવી 9 સાથે વાતચીત કરતા કહે છે કે હું કોઈને પ્રભાવિત કરવા માંગતો નથી, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું આ ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરીશ. આ ફિલ્મ બનાવવી એક ઉપલબ્ધિ છે. નતાશા ટીવી 9 સાથે વાતચીત કરતા કહે છે કે હું ખૂબ જ એક્સાઈટેડ છું કે આ મારી પહેલી ફિલ્મ દિગ્ગજ ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ સાથે છે. આ ફિલ્મમાં ઈમોશન સાથે જોડાયેલી છે.

અમારી મિત્રતા વધારે ગાઢ બની છે – અનુપમ ખેર

એ મિત્રતા જ શું કે જેમાં તમારે વિચારવું પડે. અમારી મિત્રતા પહેલા કરતા વધારે ગાઢ બની છે. અમે કોઈ સીન શૂટ કરીયે તો એકબીજાને પૂછી લેતાં આ બરાબર છે કે નહીં, આનાથી વધારે આ સીનમાં શું સારું થઈ શકે. મારી માતા આ ફિલ્મ જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ હતી, તેઓ મને કહેતા મને ક્યારે આ ફિલ્મ બતાવો છો, મને ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં લઈ જજો. મારી માતાને અમિતાભ અને સૂરજ પસંદ છે.

11 નવેમ્બરે ફિલ્મ ‘ઉંચાઈ’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. હાલમાં જ ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સહિત ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. ફિલ્મ જોયા બાદ સ્ટાર્સે ફિલ્મના વખાણ કર્યા છે. એટલું જ નહીં કેટલાક સ્ટાર્સ ફિલ્મ જોઈને ભીની આંખો સાથે ઘરે પરત ફર્યા હતા. બધાએ દિગ્ગજ કલાકારોની આ ફિલ્મને શાનદાર ગણાવી હતી.


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.