Tuesday, November 8, 2022

Video : નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી, સવા લાખ દીવડા કરાયા પ્રજવલિત

Kheda: ખેડાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દેવદિવાળીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી દરમિયાન વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મંદિર પરિસરમાં એક સાથે સવાલાખ દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવડાઓ પ્રજવલિત થતા મંદિર દીવાઓના પ્રકાશથી જગમગી ઉઠ્યુ હતુ.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવેમ્બર 08, 2022 | 11:18 p.m

ખેડાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરમાં સવા લાખ દીવડાઓ પ્રજવલિત કરવામાં આવ્યા. મંદિરના મહંત રામદાસજી મહારાજે પ્રથમ જ્યોત પ્રગટાવી હતી. ગણતરીની મિનિટોમાં જ સવા લાખ દીવડાઓ પ્રજવલિત કરવામાં આવ્યા. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોએ અને સ્વયંસેવકોએ આ દીવડાઓ પ્રગટાવ્યા હતા. સંતરામ મંદિરમાં છેલ્લા 175 વર્ષથી દીવડાઓ પ્રગટાવવાની આ પરંપરા ચાલી આવે છે.

આજે પણ આ પરંપરા અકબંધ રીતે જળવાઈ હતી. દેવદિવાળી અને પ્રકાશના પર્વના ભાગરૂપે સવા લાખ દીવડાઓ એકસાથે નડિયાદના સંતરામ મંદિરના પરિસરમાં પ્રગટાવવામાં આવ્યા. એકસાથે આટલી મોટી સંખ્યામાં દીવડાઓ પ્રજવલ્લિત થતા મંદિર દીવાઓના પ્રકાશથી જળહળી ઉઠ્યુ હતુ અને નયનરમ્ય નજારો સર્જાયો હતો. ત્યાં દર્શને આવેલા સહુ કોઈ ભક્તિના રંગે રંગાયા હતા. મંદિરના ગર્ભ ગૃહ સુધી સવા લાખ દીવડાઓ પ્રજવલિત થતા ભવ્ય દૃશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર મંદિર દિવાઓની રોશનીથી જગમગી ઉઠ્યુ હતુ.

ભાવિકોએ અલૌકિક પળને કેમેરામાં કરી કેદ

સંતરામ મંદિર 1 લાખ 25 હજાર દીવડાઓથી જળહળી ઉઠ્યુ. જેમા તેલના, દિવેલના અને મીણના કોડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. મંદિરમાં ભવ્ય રોશની થતા સમગ્ર મંદિર પરિસર ઝળહળા રોશનીથી જગમગી ઉઠ્યુ હતુ, સહુ કોઈએ તેમના મોબાઈલના કેમેરામાં આ અલૌકિક દૃશ્યોને કેપ્ચર કર્યા હતા. તો સમગ્ર મંદિર જય મહારાજના જયઘોષથી ગૂંજી ઉઠ્યુ હતુ.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.