Saturday, November 5, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Virat Kohli માટે એક સ્ટીકર નહીં કરોડોની કમાણી છે, જાણો સૌથી વધુ પૈસા કમાનાર ક્રિકેટરની સેલેરી
નવેમ્બર 05, 2022 | 8:52 A.M
TV9 ગુજરાતી | સંપાદિત: અવનીશ ગોસ્વામી
નવેમ્બર 05, 2022 | 8:52 A.M
વિરાટ કોહલી 34 વર્ષનો થઈ ગયો છે. 5 નવેમ્બર 1988ના રોજ જન્મેલા કોહલી આજે ભારતીય ક્રિકેટનો જીવ છે. ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરી ચૂકેલા કોહલીએ બેટ વડે ન માત્ર ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, પરંતુ કમાણીના મામલામાં પણ બાદશાહ બની ગયા છે.
કોહલી 2022માં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે. એટલું જ નહીં, તે વિશ્વના 100 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં પણ સામેલ છે. જ્યાં ફૂટબોલરો, NBA ખેલાડીઓનો દબદબો છે, તે યાદીમાં કોહલી 61માં નંબરે છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એક મહિનામાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા કમાય છે. જ્યારે તેની કુલ સંપત્તિ 12 અબજ રૂપિયાની આસપાસ છે.
ભારત માટે 102 ટેસ્ટ, 262 ODI અને 113 T20 મેચ રમનાર કોહલી ઘણી મોટી બ્રાન્ડની જાહેરાત પણ કરે છે. તેના બેટ પર કંપનીનુ જે સ્ટીકર લાગેલું છે, જેનાથી જ કોહલી દર વર્ષે લગભગ 12 કરોડ રૂપિયા કમાય છે.
કોહલીના સોશિયલ મીડિયા પર પણ ઘણા ફોલોઅર્સ છે. એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયાથી કોહલીની નેટવર્થમાં 328 કરોડ રૂપિયાનો વધારો થયો છે.