الخميس، 10 نوفمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» WhatsAppમાં આવ્યા મજેદાર ફીચર, બીજાને સેન્ડ કર્યા વગર સેવ કરી શકાશે ફોટો, મેસેજ અને ડોક્યુમેન્ટ
નવે 10, 2022 | 7:28 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
નવે 10, 2022 | 7:28 p.m
WhatsApp પોતાના પ્લેટફોર્મ પર નવા ફીચરને સામેલ કર્યુ છે. આ ફીચરનું નામ સેલ્ફ ચેટિંગ છે.
આ ફીચર તેણે બીટા વર્ઝન માટે બહાર પાડયુ છે. આ ફીચર ઝડપથી સ્ટેબલ વર્ઝન યુઝર્સ માટે બહાર પાડશે. ચાલો જાણીએ આ ફીચરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.
વોટ્સએપના સેલ્ફ ચેટ ફીચરની મદદથી યુઝર્સ પોતાના માટે જ એક ચેટ બોક્સ તૈયાર કરી શકશે. તેની મદદથી તે કોઈપણ મેસેજ, ફોટો, વીડિયો, ડોક્યૂમેન્ટ અને ટેક્સ્ટ મોકલી શકશે.
આ ચેટ બોક્સમાં કરવામાં આવેલ મેસેજ તમારી પાસે જ આવશે. એવા લોકો જે મેસેજનો બેકઅપ રાખવા કે કોઈ વસ્તુ ઝડપથી પાછી મેળવવા માટે બીજાને મેસેજ કરી દે છે, તેઓ માટે આ ફીચર ખુબ ઉપયોગી સાબિત થશે.
આ ફીચરનો ઉપયોગ કરવો ખુબ સરળ છે. તેના માટે યુઝર્સે સેટિંગની અંદર ક્રિએટ ચેટનો વિકલ્પ પસંદ કરવો પડશે. તેમાં તમને પોતાની સાથે ચેટિંગ કરવાનો વિકલ્પ મળશે.