Monday, December 5, 2022

બે વાહનો વચ્ચે અથડામણ બાદ ટ્રકમાં આગ, 1 જીવતો ભડથુ | Truck catches fire after collision between two vehicles, 1 alive

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રામપુરા પાસેનો બનાવ, ધડાકાભેર ટક્કરને કારણે ટ્રકનું કેબિન છૂટ્ટુ પડી ગયુ
  • બંને તરફ પાંચ કિમી લાંબી લાઇન,વન વે શરૂ કરી ટ્રાફિક ક્લિયર કરાયો

દાહોદ-ગોધરા હાઇવે ઉપર રામપુરા ગામ નજીક બે વાહનો વચ્ચેની અથડામણ બાદ એક ટ્રકના કેબિનમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે ટક્કરને કારણે ટ્રકથી જુદા થઇ ગયેલા કેબિનમાં ફસાઇ ગયેલો ચાલક બહાર નહીં નીકળી શકતાં તે જીવતો જ ભડથુ થઇ ગયો હતો. હાઇવે બે કલાક સુધી બંધ થઇ ગયો હતો. બંને વાહનોની તરફ ત્રણ કિમી લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ ક્રેઇન મંગાવીને ટ્રકો એક તરફ કરાતા ધીમે-ધીમે એક તરફનો માર્ગ શરૂ કર્યો હતો.

દાહોદ શહેર નજીક દાહોદ-ગોધરા હાઇવે ઉપર સાંજના સમયે ભીષણ અકસ્માત સર્જાયો હતો. તેમાં ઉડીસાથી સળિયા ભરીને મુંદ્રા જઇ રહેલી ટ્રક હંકારતા પંજાબના અમૃતસરના સહેજાદા ગામના ચાલક બલવીરસિંહ જાટને ડીઝલ ભરાવવુ હતું. ત્યારે સાંજના 5.45 વાગ્યાના અરસામાં રામપુરા ગામે ડીઝલ પંપે જવા માટે તે ટ્રકનો યુટર્ન મારી રહ્યો હતો. તે વખતે લીમખેડાથી હાઇડ્રોજન ગેસના ખાલી બોટલ ભરેલી પુરપાટ આવતી ટ્રકનો ચાલક કાબૂ નહીં કરી શકતાં તેણે સળિયા ભરેલી ટ્રકના કેબિનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરથી કેબીન ટ્રકથી જુદુ થઇ ગયુ હતું.

ટક્કર વાગતા જ ટ્રક માં આગ ફાટી નીકળી હતી. કેબીનની નીચે ફસાયેલો બલવીંરસિંહ બહાર નીકળી નહીં શકતાં તે અંદર જ જીવતો ભડથુ થ યો હતો. તાલુકા પોલીસ અને લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે જઇને પરીસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. લાશ્કરોએ પાણીનો મારો કરીને ભયંકર રીતે ફેલાઇ ગયેલી આગને કાબૂમાં લીધી હતી.

ભયંકર અકસ્માત પગલે હાઇવે ઉપર બંને તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવતાં વાહનોની બંને તરફ પાંચ-પાંચ કિમી લાંબી કતારો લાગી ગઇ હતી. ઘટના પગલે હાઇવે બે કલાક સુધી બંધ રહ્યો હતો. ક્રેઇન મંગાવીને ટ્રકોને રસ્તેથી દૂર કર્યા બાદ ટ્રાફિકને ધીમે-ધીમે શરૂ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…