મહેસાણા32 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહેસાણા નગરપાલિકા સંચાલિત ઉત્તર ગુજરાતના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમને સ્ટેડિયમ ટોકન ચાર્જથી બુકિંગ આપવામાં આવતા જિલ્લા 10 દિવસમાં 15 ક્રિકેટ મેચ રમાઇ છે. જેના ચાર્જ પેટે પાલિકામાં રુપિયા 13,500 રકમની આવક નોંધાઇ છે. તેની પાલિકાને મહિને 1.50 થી 1.70 લાખનું મેન્ટેનન્સ ભોગવવું પડવાની શક્યતા હોય આગામી દિવસોમાં સ્ટેડિયમને ઠેકેદારને હવાલે કરવા અથવા ચાર્જમાં વધારો કરીજાતેજ સંચાલન કરવા માટે પાલિકામાં નિર્ણય લેવાઈ શકે છે.
મહેસાણા પાલિકા દ્વારા સરદાર પટેલે સ્ટેડિયમ નું નિર્માણ કરાયા બાદ આ સ્ટેડિયમ સંચાલનની પ્રક્રિયા માટે પાલિકા તંત્ર અવઢવમાં રહ્યું હતું.તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ માટેના નિયમો સ્પષ્ટ ન થતા હવે મહેસાણા પાલિકાએ કરોડોના ખર્ચે નવું સ્ટેડિયમ બનાવી પ્રાથમિકતા ધોરણે અડધા દિવસ માટે રૂ 1500 અને આખા દિવસ માટે 2500 રૂપિયા પ્રમાણેની રકમના ટોકન ચાર્જ થી બુકિંગ કરવાનું શરૂ કરતા ગત 11 મી નવેમ્બર થી 30 નવેમ્બર સુધી દર શનિવારે અને રવિવારે સાથે રજાના 10 દિવસમાં 15 ક્રિકેટ મેચ માટેનું બુકિંગ કરી કુલ રૂ 13,500 નો ટોકન ચાર્જ લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે આ સ્ટેડિયમ પાછળ સરકારના રૂ 11 કરોડ નું ભંડોળ વાપરી નિર્માણ કરવામાં આવ્યું છે.