પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બરની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં સ્નાતક સેમ 3 ની પરીક્ષાઓ 22 નવેમ્બરથી શરૂ થનાર હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીને લઇ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં ફાળવવામાં આવતા યુનિવર્સિટીએ 22 નવેમ્બર ની પરીક્ષાઓ મોકૂફ રાખી 10 ડિસેમ્બરના રોજ લેવાનો નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે ફરી 10 ડિસેમ્બર દરમિયાન શરૂ થનાર પરીક્ષાઓના સમયગાળા દરમ્યાન યુનિવર્સિટીમાં 11 ,12 ,13 ત્રણ દિવસ ખેલકૂદ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું હોય ઉપરાંત 16 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી કોર્ટની ચૂંટણી હોય સ્ટાફ અને વિદ્યાર્થીઓ બંને આ બે કાર્યક્રમમાં વ્યસ્ત હોય પરીક્ષામાં ખલેલ પડે તેમ હોય આ ફરી બીજીવાર પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે દસ ડિસેમ્બર થી શરૂ થતી સ્નાતક સેમ 3 ની પરીક્ષાઓ 10 ડિસેમ્બરના બદલે 20 ડિસેમ્બર થી લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુંક સમયમાં પરીક્ષા ની વિગતવાર માહિતી અને પરિપત્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે. તેવુ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.