Wednesday, December 7, 2022

મતગણતરીની તૈયારીને આખરી ઓપ, કાઉન્ટીંગ હોલમાં 10થી 38 ટેબલ પર કાઉન્ટિંગ, 16 બેઠકોમાંથી સૌથી પહેલું મહુવાનું પરિણામ | Counting preparations finalised, counting at tables 10 to 38 in the counting hall, results of the first round of 16 constituencies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Counting Preparations Finalised, Counting At Tables 10 To 38 In The Counting Hall, Results Of The First Round Of 16 Constituencies

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
મતગણતરીને લઈને પોલીસ સહિતના દળોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. - Divya Bhaskar

મતગણતરીને લઈને પોલીસ સહિતના દળોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સુરતની 16 વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. એક વિધાનસભા દીઠ 10થી 38 ટેબલો મુકવાની સાથે 17થી 38 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરી પરિણામ લાવવાની ચૂંટણી તંત્ર દ્વારા ગણતરીઓ મંડાઇ છે. આ ગણતરી દરમ્યાન સૌથી પહેલા મહુવા બેઠકના ત્રણ ઉમેદવારો હોવાથી પરિણામ તો લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો હોવાથી સૌથી છેલ્લુ પરિણામ આવવાની શકયતાઓ છે.

બેલેટની ગણતરી પ્રથમ થશે
સુરત જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણી માટે ગાંધી એન્જિનિયરીંગ અને એસવીએનઆઇટીમાં ફાળવાયેલા કાઉન્ટીગ હોલમાં ટેબલો મુકીને પરિણામ લાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. 16 વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલ સવારે આઠ વાગ્યાથી શરૃ થનારી મતગણતરીમાં સૌથી પહેલા બેલેટ પેપરથી થયેલા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ સ્ટ્રોગરૃમમાંથી ઇવીએમ લાવીને મતગણતરીઓ શરૃ થશે. આ મતગણતરી માટે સૌથી ઓછા ટેબલો કંરજ અને ઉતર વિધાનસભા માટે 10 જ મુકાયા છે. જયારે રાજયની સૌથી મોટી ચોર્યાસી બેઠક માટે સૌથી વધુ 38 ટેબલો મુકીને એકસાથે ગણતરીઓ શરૃ થશે.

મોબાઈલ સાથે પ્રવેશ નહી
જેમ જેમ ગણતરીઓ થતી જશે તેમ તેમ ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામો આવતા જશે. મતગણતરી સ્થળોએ અધિકૃત વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ કોઇ પણ સંજોગોમાં મોબાઇલ ફોન સંદેશા વ્યવહારના સાધનો સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ જેમને જે વિધાનસભાના પ્રવેશ પાસ ઇસ્યુ કરાયા હશે તે જ વિધાનસભામાં પ્રવેશ કરી શકશે. આમ ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.

લિંબાયતમાં 44 ઉમેદવાર
લિંબાયત બેઠકમાં સૌથી વધુ 44 ઉમેદવારો પ્લસ નોટા હોવાથી ચૂંટણી અધિકારી- સ્ટાફ અને મતગણતરી કરનારાઓની રીતસરની ચટણી થઇ જશે. મતગણતરી બે કાઉન્ટીંગ હોલ કરવાની સાથે જ એક કંટ્રોલ યુનિટમાં એક પછી એક 44 ઉમેદવારોના મતો ગણતરી કરવાની હોવાથી 270 મતદાન મથકો માટે અધધધ 11880 વખત ગણતરી કરવી પડશે. લિંબાયત બેઠક પર 270 મતતદાન મથકો છે. આથી એક મતદાન મથક પર 44 ઉમેદવારોના મતોની ગણતરી કરીએ તો 270 મતદાન મથકો પર 11880 ગણતરી કર્યા બાદ લિંબાયતનું પરિણામ જાહેર થશે.

કઇ બેઠકની મતગણતરી ક્યાં થશે
ગાંધી એન્જિનિયરીંગ કોલેજ, મજુરાગેટઃ-ચોર્યાસી, માંગરોળ, માંડવી, કતારગામ, સુરત પશ્વિમ, ઉધના, બારડોલી, મહુવા, કામરેજ, ઓલપાડ.
એસવીએનઆઇટી, ઇચ્છાનાથઃ-લિંબાયત, વરાછા રોડ, મજુરા, કરંજ, સુરત પૂર્વ, સુરત ઉતર.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: