ગાંધીનગર સેક્ટર-10માં આવેલા કૃષિ ભવનમાં કૃષિમંત્રી અચાનક મુલાકાતે પહોંચતા કર્મચારીઓમાં દોડધામ, સ્વચ્છતા જાળવવા સૂચના | In the Krishi Bhavan in Gandhinagar Sector-10, when the Minister of Agriculture suddenly arrived for a visit, the employees were instructed to maintain cleanliness.
- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- In The Krishi Bhavan In Gandhinagar Sector 10, When The Minister Of Agriculture Suddenly Arrived For A Visit, The Employees Were Instructed To Maintain Cleanliness.
ગાંધીનગર6 મિનિટ પહેલા
ગાંધીનગરનાં સેકટર – 10 માં આવેલ કૃષિ ભવનમાં આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરતાં જ કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા. તો લેઈટ લતીફની માફક કચેરીએ આવતાં કર્મચારીઓ પણ ફફડી ઉઠયા હતા. કૃષિ મંત્રીએ અત્રેની તમામ ઓફિસોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરીને સ્વચ્છતા જાળવવા માટેની ટકોર પણ કરી હતી.
ગાંધીનગરનાં કૃષિ ભવનમાં આજે સવારના અચાનક જ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવતાં કચેરીના અધિકારીઓ કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા. અચાનક જ કૃષિ મંત્રીની વિઝિટ થતાં જ લેઈટ લતીફની જેમ કચેરીએ આવતાં કર્મચારીઓ પણ ફફડી ઉઠયા હતા. મંત્રીની મુલાકાતના પગલે અત્રેની કચેરીના કર્મચારીઓ એલર્ટ મોડ પર આવી ગયા હતા.
બાદમાં કૃષિ મંત્રીએ તમામ ઓફિસોમાં એક પછી એક વિઝિટ કરીને અહીં ચાલતી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાનો દોર હાથ ધર્યો હતો. ત્યારે કૃષિ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કૃષિ મંત્રીએ સાફ સફાઈ ઉપર ભાર મુકીને અધિકારીઓએ કચેરીમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેની ટકોર પણ કરવામાં આવી હતી.
આ અંગે ખેતી નિયામક અધિકારી એસ.જે.સોલંકીએ જણાવ્યું હતું કે, આજે કૃષિ મંત્રી રાધવજી પટેલે કૃષિ ભવનની મુલાકાતે આવ્યા હતા.મંત્રીના અવવાથી અમારું કામ કરવાનું મનોબળ વધશે તેમજ જે કર્મચારીઓ લેટ આવતા હોય છે તેમના માટે મેસેજ પણ જશે. મંત્રી સમયે ઓફિસે આવી ગયા હતા. એ સમયે તમામ સ્ટાફ હાજર હતો. મંત્રીએ જાણકારી માટે આવ્યા હોવાનું કહ્યું હતું. ઉપરાંત કચેરીમાં સ્વચ્છતા જળવાઈ તેની સૂચનાઓ પણ આપી છે.
Post a Comment