Monday, December 12, 2022

પાટણના વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે 108 હનુમાન ચાલીસાના સંગીતમય શૈલીમાં પાઠ કરાયાં | 108 Hanuman Chalisa recited in musical style at Vijay Hanuman Sannyas Ashram, Patan.

પાટણ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના પદ્મનાભ મંદિર માર્ગ પર આવેલા પ્રસિદ્ધ વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત રાજેન્દ્રાનંદગીરી મહારાજ સહિતના અનુયાયીઓ દ્વારા આશ્રમ ખાતે અવાર-નવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણની કામના સાથે 108 હનુમાન ચાલીસા પાઠનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે આયોજિત આ 108 હનુમાન ચાલીસા પાઠનું સંગીતમય શૈલીમાં આયોજન હિનાબેન પાલનપુર વાળા, આત્મારામ નાયી, મેહુલ, હાર્દિક અને ગજાનંદ સહિતના કલાકારો દ્વારા કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં વિવિધ લોકો હાજર રહ્યાં
આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા દાતા પરિવારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંતો, સાધ્વીજીઓ અને પાટણ નગરના ધર્મપ્રેમી નગરજનોનું મહંત રાજેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા સ્વાગત-સન્માન કરી આવકાર્યાં હતા, તો ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રવિણ બારોટ, પિયુષ આચાર્ય, કનુ સ્વામી(વકીલ)એ પ્રસંગોચિત ઉદબોધન કરી રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અશોક ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: